શું તમે હાઈપાવર બાઈકના શોખીન છો ? તો એકવાર નજર કરો આ BIKES પર
વિશ્વની ત્રણ પ્રતિષ્ઠિત મોટરસાયકલ બ્રાન્ડ્સ રોયલ એનફીલ્ડ , હોન્ડા અને બેનેલી એ આપણા ભારતીય માર્કેટમાં એક 60sનો સંપૂર્ણ રેટ્રો ઓલ્ડ સ્કૂલ સ્ટનીંગ લૂકની સાથે બી એસ 6 માનાંકના એન્જિનથી સજ્જ મોટોરસાયકલ સાથે ઉતરી છે.
Trending Photos
તારક વ્યાસ, અમદાવાદ: હેલ્લો દોસ્તો ! 2020 પૂર્ણતા ને આરે છે ને 2021 નો આગાઝ થવા જઈ રહ્યો છે ત્યારે એ લખવું -કહેવું ખૂબ આયરોનિક છે કે વિશ્વની ત્રણ પ્રતિષ્ઠિત મોટરસાયકલ બ્રાન્ડ્સ રોયલ એનફીલ્ડ , હોન્ડા અને બેનેલી એ આપણા ભારતીય માર્કેટમાં એક 60sનો સંપૂર્ણ રેટ્રો ઓલ્ડ સ્કૂલ સ્ટનીંગ લૂકની સાથે બી એસ 6 માનાંકના એન્જિનથી સજ્જ મોટોરસાયકલ સાથે ઉતરી છે. હા કમાલની વાત છે ને! 2020 માં 60s નો રેટ્રો લૂક!.
આ ફટફટીયા 2020 ના સૌથી હોટ પ્રોપર્ટી ગણાય છે. અત્યારે ભારતીય બાઇક લવર્સ માટે માર્કેટમાં પસંદગી માટે વિવિધ ઓપ્શન ઉપલબ્ધ છે. કારણ કે વિશ્વ પ્રખ્યાત ઉત્પાદકો વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા ચાલી રહી છે. જેમાં ક્યાંક વૅલ્યુ ફોર મની છે તો ક્યાંક લેગસી અને ઇતિહાસ છે. રોયલ એનફીલ્ડ - હોન્ડા-બેનેલી માંતો ખાસ કરી ને રોયલ એનફીલ્ડ - હોન્ડા વચ્ચે 350સીસી સેગ્મેન્ટ માં ઘણી સુંદર ડિઝાઈન, કલર અને ટેક્નોલોજી ઓફર કરી રહ્યા છે. બેનેલી આમ તો 400સીસીના સેગ્મેન્ટમાં છે પરંતુ તેના કિંમત અને લૂકના પરિપ્રેક્ષ્યમાં સમાન છે.
રોયલ એનફીલ્ડ ઇન્ટરસેપ્ટર 650
350સીસીના એન્જિન વાળા મોટરસાયકલસમાં શિરોમણી ગણાતા રોયલ એનફીલ્ડે ઇન્ટરસેપ્ટર 650ની પછીની શ્રેણીના ઉત્પાદને "ડિસ્ક બ્રેક" મારીને હોન્ડાના હાઈનેસ સીબી 350ની સ્પર્ધામાં મિટિયોર 350 સેમી ક્રૂઝર બાઈક ઉતાર્યું છે. જેના એન્જિન બ્લોકથી માંડીને લૂક એન્ડ ફીલ અને ખાસ કરીને વાયબ્રેશનમાં તેના બીજા ઉત્પાદનો કરતા ઘણું સુધાર્યું છે. જેમાં ત્રણ વેરિએશન જેવા કે ફાયરબોલ, સ્ટેલર અને સુપરનોવા છે અને લટકાનું કસ્ટમાઈઝેશન તો ખરું જ. આમની કિંમત અનુક્રમે 1.75, 1.81 અને 1.90 એક્સ શોરૂમ છે. જેના બુકિંગ પછી આશરે 3 મહિનાનો સમય લાગશે.
હોન્ડા હાઈનેસ સીબી 350
મિટિયોર 350 ના સીધા કોમ્પીટીશનમાં હોન્ડા ની વિશ્વ વિખ્યાત સીબી સિરીઝનું હાઈનેસ સીબી 350 લોન્ચ કર્યું છે. જેમાં તેઓએ ઘણા અંશે રોયલ એનફીલ્ડ ના આઈકોનિક ધક-ધક અવાજ અને લોન્ગ સ્ટ્રોક એન્જિન 350સીસી ના માનાંક માં ઉતાર્યું છે આ લોન્ગ સ્ટ્રોક હોન્ડા એન્જિન છે. જેમાં બે વેરિએશન dlx, dlx pro ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 1.85 થી 1.90 એક્સ શોરૂમ છે. હોન્ડા તેની આફ્ટરમાર્કેટ સેવા અને સર્વિસ માટે જાણીતું છે. વળી તેની વૅલ્યુ ફોર મની અને બિલ્ડ ક્વોલિટી પણ શાનદાર છે. અહીં આ બંને સ્થાનો પર રોયલ એનફીલ્ડ થોડી થાપ ખાય છે. હોન્ડાએ તેની વિન્ટેજ મોટર સાયકલ CB સિરીઝનો ડિટ્ટો લૂક આપ્યો છે જે હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે.
લેપટોપ ચાર્જ કરતી દેશની પ્રથમ પાવરબેંક, જાણો કિંમત અને ફીચર્સ
કાર, બાઇક ચલાવનાર ધ્યાન આપે, બદલાઇ જશે તમારી પર્સનલ ઇંશ્યોરન્સ પોલિસી!
બેનેલી ઇમ્પિરિયાલે 400
બેનેલી ઇમ્પિરિયાલે જે એક ચાયનીઝ-ઇટાલિયન કંપની નું મોટર સાયકલ છે. જે છે તો 400સીસી ના એન્જિન સેગ્મેન્ટ માં પરંતુ કિંમત અને લૂક એન્ડ ફીલ ના પરિપ્રેક્ષ માં આ સરખામણીમાં સામેલ છે. જેની એક્સ શોરૂમ કિંમત 1.99 છે. આ કંપની હજુ ભારતીય માર્કેટ માં પ્રખ્યાત બની નથી અને જેના શોરૂમ પણ દરેક શહેરો માં મોજુદ નથી. અત્રે એ નોંધનીય છે કે આ બધીજ બાઈકો લૂક એન્ડ ફીલમાં ખૂબજ મેચ થાય છે. ખાસ કરીને મિટિયોર 350 અને હોન્ડા હાઈનેસ CB 350!
હોન્ડાની નજર બજાર પર
હોન્ડાએ નવો ફ્લેગશિપ શોરૂમ ચેઇન હોન્ડા બિગ વિન્ગ ના નામે એટલે કે રેગ્યુલર હોન્ડા શોરૂમથી અલગ જ સેટઅપ ઉભું કર્યું છે. જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે હોન્ડાની નજર કયા બજાર પર છે. એક બાજુ હાર્લી ડેવિડસન ભારત માંથી ઘર વાપસી કરી રહી છે અને એક બાજુ હોન્ડા સી બી સિરીઝથી અલગ સુપર બાઈક બજારમાં આવી રહી છે. ભારતીય સુપર બાઈક બજાર ક્ષણિક મંદીનો સામનો કરી રહી છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે ભવિષ્ય ભારતીય સુપર બાઈક બજારનું એનું છે કે જેની પાસે ગુણવત્તા, સર્વિસ ચેઇન અને સ્પર્ધાત્મક કિંમતનો ત્રીભેટો હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે