TikTok પર એસિડ એટેક અને બળાત્કાર કલ્ચરનું પ્રમોશન? યૂઝરોની માગ- ભારતમાં લાગે પ્રતિબંધ
ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની માગ નવી નથી. તેની પાછળ હાલનું કારણ એક વીડિયો છે જેમાં એક ટિકટોક યૂઝર એસિડ એટેકને યોગ્ય ઠેરવી રહ્યો છે.
નવી દિલ્હીઃ TikTok, નાના-નાના વીડિયો શેર કરવાની સુવિધા આપનાર ખુબ જાણીતી એપ છે. એપ્રિલ એન્ડ સુધી વિશ્વભરમાં તેના 2 બિલિયનથી વધુ યૂઝર હતા. ઘણા દેશે ચીનની કંપની ByteDanceની આ એપને પ્રાઇવસી માટે ખતરો સમજે છે. ભારતમાં તેના વિરોધનું અલગ કારણ છે. ટ્વીટર યૂઝરનો એક મોટો વર્ગ સતત તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરતો રહ્યો છે. હાલ તેનું નવુ કારણ બન્યો છે યુવતીઓ પર એસિડ એટેકને પ્રમોટ કરતો એક વીડિયો. આ વીડિયો ટિકટોકની સાથે ટ્વીટર પર પણ વાયરલ થયો છે. સોમવારે સોશિયલ મીડિયા પર #BanTikToklnlndia ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. મામલો એટલો વધી ગયો કે રાષ્ટ્રીય મહિલા આયોગે ટિકટોકને એક લેટર લખ્યો છે.
વીડિયો પર ઘણીવાર થઈ બબાલ
હજુ વધુ સમય થયો નથી જ્યારે ટિકટોક પર ઘણા યૂઝર કોરોનાને લઈને અફવાઓ ફેલાવી રહ્યાં હતા. એક ધર્મ વિશેષની ઓળખ દેખાડી તે દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેને કોરોનાથી કોઈ ખતરો નથી. ત્યારે પણ ટિટકો વિરુદ્ધ માહોલ બની ગયો હતો. હાલ જે મામલો છે તેમાં એક યુવક અને યુવતી એસિડ એટેકને પ્રમોટ કરી રહ્યાં છે. એટલું જ નહીં રેપ કલ્ચરને પણ પ્રમોટ કરતો એક વીડિયો ટિકટોક પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તે પણ આરોપ લગાવી રહ્યાં છે કે ટિકટોક દ્વારા ભારતમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube