નવી દિલ્હીઃ Barcode Scanner એપ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. Malwarebytes એ આ જાણકારી આપી છે. વાયરસથી યૂઝર્સને ઇન્ફેક્ટ કર્યા બાદ બારકોડ સ્કેનરને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, યૂઝર્સને ઘણી જાહેરાત જોવા મળી રહી હતી અને તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા આ એપ ખુલી રહી હતી. એપમાં વાયરસ હોવાની ફરિયાદ મળ્યા બાદ ગૂગલે ફટાફટ આ એપને પ્લે સ્ટોરથી હટાવી દીદી છે. એપને પ્લે સ્ટોરથી 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Malewarebytes ના રિપોર્ટ પ્રમાણે, ડિસેમ્બરના અંતમાં અમારા ફોરમ યૂઝર્સથી એક ડિસ્ટ્રેસ કોલ મળવાનો શરૂ થયો હતો. આ યૂઝર્સને જાહેરાત જોવા મળી રહી હતી જે તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઓપન થઈ રહી હતી. ખાસ વાત છે કે તેમાંથી કોઈપણે હાલમાં કોઈ એસ ઇન્સ્ટોલ કરી નહતી અને જે એપ ઇન્સ્ટોલ હતી તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક Anon00 યૂઝરનેમ વાળા એક યૂઝર્સને જાણવા મલ્યું કે, જાહેરાત લાંબા સમયથી ઇન્સ્ટોલ Barcode Scanner એપથી આવી રહી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી એક કરોડથી વધુ વખત ડાઉનલોડ થયેલી છે. અમે જલદી વાયરસ ડિટેક્ટ કર્યો અને પછી ગૂગલે તેને પ્લે સ્ટોરથી હટાવી દીધી. 


આ પણ વાંચોઃ શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, યૂઝર્સના મોબાઇલમાં આ એપ લાંબા સમયથી ઇન્સ્ટોલ હતી. પરંતુ ડિસેમ્બરમાં આવેલા એક અપડેટ બાદ Barcode Scanner એક મૈલિશિસ એપમાં બદલાય ગઈ. ખબરો પ્રમાણે આ અપડેટ 4 ડિસેમ્બર 2020ના રોલ આઉટ થયું હતું. તે પણ જાણવા મળ્યું કે, આ એપ અપડેટમાં એક Android/Trojan.HiddenAds.AdQR કોડ હતો જેનાથી યૂઝર્સ પોતાના સ્માર્ટફોનના ડિફોલ્ટ બ્રાઉઝર પર થર્ડ-પાર્ટ એડ સાઇટ પર રીડાયરેક્ટ થઈ રહ્યાં હતા. તો તમારા ફોનમાં પણ આ એપ હોય તો તત્કાલ ડિલીટ કરી દો. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube