તમારા ખાતામાં કોઈ રૂપિયા જમા કરાવે તો પણ થઈ જશો સાવધાન, તમારું ખાતું થઈ શકે છે ખાલી
Financial fraud : સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સાયબર માફિયા છેતરપિંડી માટે એક નવો જ કિમિયો અપનાવી રહ્યા છે. જેમાં તેઓ પહેલા તો તમારા ખાતામાં રૂપિયા જમા કરાવે છે. અને ત્યારે બાદ તમારી સાથે જ કરે છે આર્થિક છેતરપિંડી.
Financial fraud : જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ પરત માગે તો તમે સાવધાન થઈ જજો. જમા થયેલા પૈસા તમે પાછા મોકલશો તો તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે. સાયબર માફિયાઓઓ બેંક KYC અને PAN કૌભાંડો બાદ હવે ઓનલાઈન છેતરપિંડી માટે નવો જ રસ્તો અપનાવ્યો છે. જેમાં કૌભાંડીઓ ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં પહેલાં તો રૂપિયા જમા કરાવે છે. રૂપિયા જમા કરાવ્યા બાદ તે પરત માગે છે. પરંતુ તમે રૂપિયા પરત મોકલવાની ભૂલ ના કરતા. નહીં તો તમે માલવેર એટેકનો શિકાર બની શકો છો.
આ પણ વાંચો:
એકદમ સરળ છે જાતે ACની સર્વિસ કરવી, મળશે જબરદસ્ત ઠંડક અને રૂપિયા પણ બચશે, જાણો રીત
Paytm થી પેમેન્ટ કરવા માટે નહીં જરૂર પડે ઇન્ટરનેટની, એક્ટિવ કરો અને મેળવો કેશબેક
ટોપ લોડ કે ફ્રન્ટ લોડ? કયા વોશિંગ મશીનમાં ધોવાય છે સારા કપડાં, જાણો તફાવત
સાયબર એક્સપર્ટનું માનીએ તો આ એક પ્રકારનો માલવેર છે. જેમાં તમને થોડા પૈસા મોકરવામાં આવે છે. ત્યારબાદ ભુલથી ટ્રાંઝેકશન થયાનું જણાવી પૈસા પરત માંગવામાં આવે છે. જ્યારે તમે પૈસા પરત કરવા જાઓ છો ત્યારે તમારું ઓનલાઈન ડિજિટલ પેમેંટ પ્લેટફોર્મ અકાઉંટ હૈક થઈ જાય છે. આ હ્યુમન એંજીનિયરિંગ અને માલવેરનું મિક્સ છે.
એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે હ્યુમન એંજીનિયરિંગ અને માલવેર ફિશિંગ પ્લસનું મિક્સ હોવાથી એન્ટી માલવેર સોફ્ટવેર પણ નવા માલવેરને પકડી શકતા નથી તેના કારણે સરળતાથી તે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મના સેફગાર્ડને પાર કરી જાય છે.
જો કે આ ખબર બાદ કેટલાક નિષ્ણાંતો અને યુપીઆઈ એપ્સનું કહેવું છે કે આમ થવું શક્ય નથી. કારણ કે જ્યારે યૂઝર પોતાના બેંક અકાઉન્ટને કોઈ યુપીઆઈ એપ સાથે લિંક કરે છે તો બેંક યુપીઆઈ એપ સાથે કેવાઈસી ઈન્ફોર્મેશન શેર કરતી નથી. તેવામાં યુપીઆઈ એપ તરફથી પર્સનલ ડેટા જેમકે કેવાઈસીને હૈક કરી શકાતી નથી. યુપીઆઈ એપ્સનું કહેવું છે કે જ્યારે પણ યુપીઆઈથી પૈસાની લેતીદેતી થાય છે તો તેમાં માત્ર રિસીવર અમાઉન્ટ અને સેંડરના યુટીઆર નંબર શેર કરવામાં આવે છે. તેથી PhonePe અથવા Google Pay વ્યવહારોમાં કંઈ ખોટું થતું નથી. અને UPI એ નાણાં ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ સલામત રીત છે.