નવી દિલ્હી: દરેક નવી વસ્તુઓના બે પાસા હોય છે. એ જ પ્રમાણે ટેક્નોલોજી એડવાન્સમેન્ટ હોવાના ઘણા ફાયદા છે, તો નુકસાન પણ છે. ટેક્નોલોજીના લીધે જીંદગી સરળ થઇ ગઇ છે, પરંતુ અંગત જાણકારી સાથે સરળતાથી ચેડાં થઇ રહ્યા છે. હાઇટેક ગેજેટ જેનો તમે ઉપયોગ કરો છો, તેની મદદથી તમે તેનાપર નજર રાખી શકો છો. તમે શું કરો છો, તમારી પસંદ-નાપસંદ શું છે, તમે વિચારતા હશો કે આ બધા વિશે જાણકારી એકઠી કરવામાં આવે છે. આ વાતની ચર્ચા એટલા માટે કરી રહ્યા છે, કારણ કે ગુજરાતના સુરતમાં એક વ્યક્તિ સાથે કંઇક એવું થયું જેના વિશે જાણ્યા બાદ તમે આ હાઇટેક ગેજેટથી દૂર રહેવાનું પસંદ કરશો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Harley Davidsonની પહેલી ઇ-બાઇક લોન્ચ, બે વર્ષ સુધી મળશે ફ્રી ચાર્જિંગ


અહીં એક યુવકે પોતાના ઘરમાં સ્માર્ટ ટીવી લગાવ્યું હતું. આ ટીવીની ખાસિયત હોય છે કે આ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે અને તેમાં હેડફોન અને વેબકેમની પણ સુવિધા હોય છે. હેકર્સે આ ટીવીને હેક કરી લીધું અને પતિ-પત્નીના પરસ્પરના સંબંધોને રેકોર્ડ કરી પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધા. તે યુવકને પોર્ન જોવાની આદત હતી. તે ટીવીની સામે બેસીને જ્યારે પોર્ન જોઇ રહ્યો હતો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. તેણે તાત્કાલિક પોલીસને માહિતી આપી. શરૂઆતમાં સાઇબર એક્સપર્ટને કંઇ સમજાવ્યં નહી, કારણ કે ઘરમાં કોઇ હિડન કેમેરા ન હતા. જ્યારે તેમની નજર સ્માર્ટ ટીવીના કેમેરા પર પડી તો તેમને શક થયો અને તપાસમાં શક સાચો સાબિત પણ થયો. 

Xiaomi લઇને આવી રહી છે Mi A3 અને A3 Lite, જાણો તેના શાનદાર ફીચર્સ


સ્માર્ટ ટીવીને ઇન્ટરનેશનલ ટીવી પણ કહે છે, કારણ કે આ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જાય છે. આ ઘણી હદે કોમ્યુટરની માફક કામ કરે છે. તેમાં તમે ઇન્ટરનેટ બ્રાઉસિંગ કરી શકો છો. યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. આ સરળતાથી વાઇ-ફાઇ સાથે કનેક્ટ થઇ જાય છે. આ ઉપરાંત સ્માર્ટ ટીવી પર નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને જી5 સરળતાથી જોઇ શકાય છે. આ ઉપરાંત આ ટીવીના ઘણા ફીચર્સ છે. પરંતુ ડેટા ચોરીના પહેલા ઘણા રિપોર્ટ પહેલાં પણ સામે આવ્યા છે. સાઇબર એક્સપર્ટનું માનવું છે કે સ્માર્ટ ટીવી યૂજર્સના ડેટાને સરળતાથી ચોરી લે છે. આ સરળતાથી હેક પણ કરવામાં આવે છે. 

ફક્ત 1,000 રૂપિયામાં Amazon પર બુક કરો દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક, તમારા અવાજથી થશે સ્ટાર્ટ!


કેવી રીતે ડેટા ચોરીની ઘટનાથી બચશો?
1. જો તમારા ઘરમાં પણ સ્માર્ટ ટીવી છે તો તેને મોબાઇલ વડે ઓન/ઓફ કરવાના બદલે સ્ક્રીન પર જઇને સ્લાઇડરની મદદથી પાવર ઓફ કરો. તેના માટે ટીવીવાળા એપના સેટિંગમાં જઇને તેને રીસેટ કરવું પડશે. એટલે કે ટીવીનો કંટ્રોલ સ્ક્રીન પર રહેવા દો, મોબાઇલ વડે બંધ કરવાથી સ્ક્રીન તો બંધ થઇ જાય છે, પરંતુ ડેટા લીકનો ખતરો રહે છે.  

તમારા બેડરૂમની પર્સનલ વાતો સાંભળી રહ્યું છે 'ગૂગલ', યૂજર્સની ગોપનીયતા પર પ્રશ્નાર્થ


2. બધા સ્માર્ટ ટીવીમાં ઓટોમેટિક કંટેટ રિકોગનિશન (ACR) નો ઓપ્શન પણ હોય છે. તેની મદદથી કંપનીવાળા એ જાણવાનો પ્રયત્ન અક્રે છે કે તમે કયા કંટેટને વધુ પસંદ કરો છો. સેટિંગમાં જઇને આ ઓપ્શનને ડિસેબલ કરી દો. 


3. બધા સ્માર્ટ ટીવી વોઇસ રિકોગનિશન સર્વિસ, પ્રાઇવેસી નોટિસ સહિત ઘણા ઓપ્શન હોય છે. સેટિંગના સપોર્ટવાળા ઓપ્શનમાં જઇને એવા બધા ઓપ્શનને ડિસેબલ કરવાના છે. આ ઉપરાંત ઇન્ટરનેટ બેસ્ડ એડવરટાઇઝિંગ ફીચરને પણ ઓફ કરવાના છે. આ કેટલાક બેસિક ફીચર ડિસેબલ કરી તમે હેકિંગનો શિકાર થતાં બચી શકો છો.