BenQ: લોન્ચ થઇ ગયું છે ઝક્કાસ પિક્ચર ક્વોલિટીવાળુ 4K TV Projector, રૂમને બનાવશે સિનેમા ઘર, જાણો બધું
આ 120- ઇંચની ALR સ્ક્રીન સાથે આવે છે જે 93% સીલિંગ લાઇટને એર્બ્સોર્બ કરીને પ્રોજેક્ટરથી નિકળનાર લાઇટની માફક રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે.
નવી દિલ્હી: તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ નિર્માતા કંપની BenQ એ BenQ V7050i ના નામથી એક નવું 4K યૂએચડી અલ્ટ્રા-શોર્ટ-થ્રો લેજર ટીવી પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે જે ભારતમાં પણ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટરમાં યૂઝર્સને એચડીઆર-પ્રો સિનેમેટિક કલર, બિલ્ટ-ઇન એંડ્રોઇડ સ્માર્ટ ટીવી અને ફિલ્મ-મેકર મોડ પણ મળશે. આવો BenQ ના આ ટીવી પ્રોજેક્ટરના ફીચર્સ પર નજર કરીએ.
જક્કાસ છે પિક્ચર ક્વોલિટી અને ડિસ્પ્લે
આ પ્રોજેક્ટરમાં મોશન એસ્ટિમેશન એન્ડ કોમ્પન્સેશન ટેક્નોલોજી (MEMC) છે જેનાથી એક્શન-પેક્ડ કંટેન્ટ જોવાનો અનુભવ સારો થઇ શકે છે. સાથે જ તેમાં એચડીઆર-પ્રો ટેક્નોલોજી છે જે બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ રેંજને સારી બનાવે છે. 4K યૂએચડી રિઝોલ્યૂશનને સારુ કામ કરવા માટે આ પ્રોજેક્ટર XDR ટેક્નોલોજી સાથે લેટેસ્ટ 0.47 ઇંચ TI DMD ECD ચિપસેટથી સજ્જ છે.
આ 120- ઇંચની ALR સ્ક્રીન સાથે આવે છે જે 93% સીલિંગ લાઇટને એર્બ્સોર્બ કરીને પ્રોજેક્ટરથી નિકળનાર લાઇટની માફક રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે.
પ્રીમિયમ આપ્યા વિના મેળવો 75000 અને બાળકોની સ્કોલરશિપ, ફટાફટ આ યોજનામાં કરો એપ્લાય
આ પ્રોજેક્ટરની ડિઝાઇન
BenQ નું આ પ્રોજેક્ટર ઓટોમેટિક સન સ્લાઇડર અને આંખોની સુરક્ષા માટે મોશન સેન્સર સાથે આવે છે. આ ઓટોમેટિક સન સ્લાઇડર આપમેળે બંધ થઇ જાય છે. જ્યારે પ્રોજેક્ટરનો ઉપયોગ થયો નથી જેથી આ ધૂળથી બચીને રહે. તેના આઇ પ્રોટેક્શન મોશન સેન્સર ત્યારે પણ આંખોને નુકસાન પહોંચાડતું નથી જ્યારે યૂજર એકદમ નજીકથી આ પ્રોજેક્ટર પર કંઇક જોઇ રહ્યો હોય.
ઓડિયો ફીચર્સ
તેની ફ્રન્ટ ચેનલ treVolo સ્પીકર્સ ટ્રૂ ટોન સાઉન્ડ ઓફર કરે છે જેનાથી તમને એવું લાગશે કે તમે એક સિનેમા ઘરમાં બેઠેલા છે. આ બિલ્ટ-ઇન સ્પીકર્સના ઉપરાંત પણ તમે એક્સટર્નલ સ્પીકર્સને આ પ્રોજેક્ટરથી અટેચ કરી શકો છો જેના માટે એક ઓપ્ટિકલ આઉટ/એચડીએમઆઇ (eARC) પોર્ટની સુવિધા આપવામાં આવે છે.
7th Pay Commission: સપ્ટેમ્બરના પગારમાં મળશે Double Bonanza! આટલો થશે વધારો
BenQ ના પ્રોજેક્ટરની કિંમત અને વોરન્ટી
તમને જણાવી દઇએ કે BenQ V7050i ને તમે અહીં ભારતમાં 4,50,000 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રોડક્ટની વોરન્ટીની વાત કરીએ તો પ્રોજેક્ટર પર તમને ત્રણ વર્ષની ઓનસાઇટ વોરન્ટી મળશે અને તેના લાઇટ સોર્સ અને ઇન્સ્ટોલેશ સપોર્ટ પર ત્રણ વર્ષ અથવા 15 હજાર કલાકની વોરન્ટી મળી રહી છે. જો તમે તમારા ઘરે બેઠા જ થિયેટર જેવો અનુભવ માણવા માંગો છો તો અને મોટી સ્ક્રીન પર પોતાના મનપસંદ શોઝ અને ફિલ્મો જોવા માંગો છો તો તાત્કાલિક BenQ ના આ પ્રોજેક્ટરને ખરીદો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube