પ્રીમિયમ આપ્યા વિના મેળવો 75000 અને બાળકોની સ્કોલરશિપ, ફટાફટ આ યોજનામાં કરો એપ્લાય
ગ્રામીણ ભૂમિહીન પરિવારો માટે સરકાર સતત પગલાં ભરતી રહે છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે આમ આદમી બીમા યોજના જે એલઆઇસી તરફથી ચલાવવામાં આવે છે કે શરૂઆત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: Aam Aadmi Bima Yojana : ગ્રામીણ ભૂમિહીન પરિવારો માટે સરકાર સતત પગલાં ભરતી રહે છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે આમ આદમી બીમા યોજના જે એલઆઇસી તરફથી ચલાવવામાં આવે છે કે શરૂઆત કરી છે. આ એક સામાજિક સુરક્ષા યોજના છે જે ગ્રામીણ ભૂમિહિનો પરિવારોની મદદ માટે છે. જો કોઇ ગ્રામીણ ભૂમિહીન પરિવારના મુખિયાનું આકસ્મિક મૃત્યું થાય છે.
કોને મળી શકે છે આ યોજનાનો લાભ
આ યોજનાનો લાભ લેવા માટે અરજીકર્તાની ઉંમર 18-59 વર્ષની વચ્ચે હોવી જોઇએ. આ ઉપરાંત આ યોજનાનો લાભ બસ પરિવારના મુખિયા જ લઇ શકે છે અથવા બીપીએલ પરિવારની કમાણી કરનાર સભ્ય આ યોજનાને લઇ શકે છે. એટલે કે તે સભ્ય જરૂર હોવો જોઇએ જેની કમાણીથી પરિવારનો ખર્ચ ચલાવે છે.
જાણો આ યોજનાનો લાભ
આ યોજના હેઠળ લાભાર્થીને એક સાથે 5 લાખ મળે છે
1. જો અરજીકર્તાનું મૃત્યું કુદરતી કારણોથી થાય છે તો આ યોજના હેઠળ તેના પરિવારને 30,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે.
2. જો યોજના લેનાર વ્યક્તિનું મૃત્યું દુર્ઘટનાથી થાય છે તો તેના નોમિનીને 75,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.
3. જો પરિવારના મુખિયાનું દુર્ઘટનામાં શારીરિક રૂપથી વિકલાંગ થઇ જાય છે તો તેને 75,000 રૂપિયા આપવામાં આવશે.
4. જો યોજના લેનાર વ્યક્તિ માનસિક રૂપથી વિકલાંગ થઇ જાય છે તો તેને 37,500 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
5. પાંચમા ફાયદા હેઠળ, યોજના લેનારનું મૃત્યું થઇ જાય છે તો પરિવારના બે બાળકોને 9મા ધોરણથી 12 ધોરણ સુધી દર મહિને 100 રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવશે.
ચૂકવવાનું હોતું નથી કોઇ પ્રીમિયમ
આ યોજનાની સૌથી ખાસિયત એ છે કે તેમાં પ્રીમિયમ પ્રતિ વર્ષ 200 રૂપિયા છે. તેમાં 50 ટકા કેન્દ્ર સરકાર અને બાકી 50 ટકા રાજ્ય સરકાર તરફથી ભરાઇ જાય છે. કુલ મળીને યોજનાનો લાભ વ્યક્તિને મફતમાં મળે છે.
આ છે જરૂરી દસ્તાવેજ
આ યોજનાનો લાભ લેવા માટે તમને 5 જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના રહેશે. રાશન કાર્ડ, જન્મનું પ્રમાણાપત્ર, સ્કૂલ પ્રમાણ પત્ર, વોટર આઇડી કાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવીને આ સ્કીમને શરૂ કરી શકે છે.
આ રીતે કરવામાં આવે છે ક્લેમ
કેંદ્ર સરકારની આ યોજનામાં લાભાર્થીના ખાતામાં એનઇએફટીના દ્વારા ક્લેમના પૈસા ટ્રાંસફર કરવામાં આવે છે. જો એનઇએફટીની સુવિધા નથી તો કોઇ સત્તાવારની મંજૂરી બાદ લાભાર્થીના ખાતામાં ક્લેમની રકમ મોકલવામાં આવે છે. અહીં લાભાર્થી પોતે યોજના લેનાર વ્યક્તિ હોઇ શકે છે જ્યારે તેને દુર્ઘટનાની સ્થિતિમાં આર્થિક મદદ મળી રહી હોય. જો સ્કીમ લેનાર મૃત્યું પામે છે તો તેના નોમિનીના ખાતામાં એલઆઇસીની તરફથી પૈસા મોકલવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આ શાનદાર યોજના હેઠળ વિકલાંગતાની સ્થિતિમાં બીમિત વ્યક્તિ ખુદ ક્લેમ કરશે. તેના માટે તેના ક્લેમ ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે અને સૌથી ખાસ વાત એ છે કે એલઆઇસી આમ આદમી વિમા યોજના હેઠળ વીમો લેનારના બાળકને પણ શિષ્યવૃતિ આપે છે. શિષ્યવૃતિની રકમ 100 રૂપિયા પ્રતિ માસ હોય છે. આ શિષ્યવૃતિ 6 મહિનાના અંતરે આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે