નવી દિલ્હીઃ હાઈ-સ્પીડ ઈન્ટરનેટની ડિમાન્ટ ખુબ ઝડપથી વધી ગઈ છે. વર્ક ફ્રોમ હોમ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર પસંદગીના શો અને મૂવી જોવાની મજા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ વગર પૂરી ન થઈ શકે. આ સમયે ઈન્ડિયન માર્કેટમાં 1Gbps સુધીની ઇન્ટરનેટ સ્પીડવાળા પ્લાન હાજર છે, પરંતુ તેની કિંમત થોડી વધુ છે. તેથી અમે તમને અહીં ટાટા પ્લે ફાઇબર, જિયો ફાઇબર, એરટેલ Xstream ફાઇબર અને બીએસએનએલ ભારત ફાઇબરના 300Mbps વાળા કેટલાક દમદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. આ પ્લાન 1Gbps સ્પીડવાળા પ્લાન થોડા સસ્તા હોય છે અને તેમાં 4000GB સુધી ડેટાની સાથે ઘણા શાનદાર ઓટીટી બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો ફાઇબરનો 300Mbps વાળો પ્લાન
જિયોના આ પ્લાનની કિંમત 1499 રૂપિયા છે. તેમાં 300Mbps ની સ્પીડથી ટોટલ 3300 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગ બેનિફિટ પણ મળશે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે, તેમાં મળનાર ઓટીટી બેનિફિટ્સ. પ્લાનમાં કંપની 15થી વધુ ઓટીટી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. તેમાં નેટફ્લિક્સ બેસિક, ડિઝ્ની+હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ મીડિયો, સોની લિવ અને વૂટ સિલેક્ટ સિવાય ઘણી પોપ્યુલર એપ સામેલ છે. 


એરટેલ Xstream ફાઇબરનો 300Mbps વાળો પ્લાન
એરટેલના આ પ્લાન માટે તમારે દર મહિને 1499 રૂપિયા ખર્ચ કરવા પડશે. પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દર મહિને 3.3 ટીબી એટલે કે 3300 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનની સાથે તમને એક લેન્ડલાઇન કનેક્શન પણ મળશે. પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચોઃ ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof, ઘણા લોકોને ખબર નથી તેનો ઉપયોગ


ટાપા પ્લે ફાઇબરનો 300Mbps વાળો પ્લાન
ટાટા પ્લે ફાઇબરનો આ પ્લાન 1500 રૂપિયાનો છે. એક મહિનાના આ પ્લાનમાં તમને 300Mbps ની ઈન્ટરનેટ સ્પીડ મળશે. પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરનાર માટે 3300જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનની સાથે કંપની એક ફ્રી લેન્ડલાઇન કનેક્શન પણ આપી રહી છે. ટાટા પ્લે ફાઇબરના આ પ્લાનનું જો એક વર્ષનું સબ્સક્રિપ્શન લો તો તમને 2400 રૂપિયાનો ફાયદો પણ થઈ શકે છે. 


બીએસએનએલ ભારત ફાઇબરનો 300 Mbpsવાળો પ્લાન
બીએસએનએલના આ પ્લાનની કિંમત 1499 રૂપિયા છે. પ્લાનમાં કંપની 4000જીબી ડેટા ઓફર કરી રહી છે. બીએસએનએલ આ પ્લાનની સાથે સબ્સક્રાઇબર્સને ફ્રીમાં એક લેન્ડલાઇન કનેક્શન આપી રહ્યું છે. આ સિવાય કંપની પ્લાનમાં યૂઝર્સને ફ્રી ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમનું સબ્સક્રિપ્શન આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube