ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof, ઘણા લોકોને ખબર નથી તેનો ઉપયોગ

Purpose of a sunroof in cars: આ દિવસોમાં સનરૂફવાળી કારનો એક અલગ ક્રેઝ છે. સનરૂફ એક એવું ફીચર છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા બેનિફિટ્સ મળે છે. પરંતુ ખોટો  ઉપયોગ કરવાથી ખતરો ઉભો થઈ શકે છે. 

ચાલુ ગાડીમાં માથું બહાર કાઢવા માટે નથી હોતું Sunroof, ઘણા લોકોને ખબર નથી તેનો ઉપયોગ

નવી દિલ્હીઃ Advantages and Disadvantages of Sunroof: મોડર્ન કારોમાં ફીચર્સનું એક લાંબુ લિસ્ટ જોવા મળે છે. સનરૂફ તેમાંથી એક ફીચર છે. આ દિવસોમાં સનરૂફવાળી કારનો એક અલગ ક્રેઝ છે. તે જોવામાં તો ખુબ સારૂ લાગે છે, પરંતુ ખુબ ઓછા લોકો છે જેને સનરૂફના સાચા ઉપયોગ વિશે ખ્યાલ છે. સનરૂફ એક એવું ફીચર છે જેના યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા બેનિફિટ્સ મળે છે, પરંતુ ખોટી રીતે ઉપયોગ કરવાથી તમે ખતરામાં પડી શકો છો. ભારતમાં લોકો હંમાશે ગાડી ચલાવતા સમયે સનરૂફની બહાર નિકળતા જોવા મળશે. આ ખોટું છે. આવો જાણીએ સનરૂફનો સાચો ઉપયોગ શું છે?

ગાડીમાં કેમ આપવામાં આવે છે સનરૂફ
સનરૂફ હોવાનો સૌથી પહેલો ફાયદો તે છે કે તમારી ગાડીમાં વધુ નેચરલ લાઇટ આવી શકશે. એટલી લાઇટ તમે વિન્ડો ગ્લાસથી ન મેળવી શકો. તેની મદદથી કારને જલદી ઠંડી કરી શકાય છે. જ્યારે કાર વધુ સમય તડકામાં ઉભી રહે તો થોડા સમયમાં સનરૂફ ખોલવાથી ગરમી બહાર નિકળી જાય છે. આ સિવાય ગાડીમાં સનરૂફ હોવાથી તમને સારૂ ફીલ થાય છે. આ સિવાય તે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટનું પણ કામ કરે છે. 

ક્યારેય ન કરતા આ ભૂલ
ઘણીવાર તમે બાળકો અને મોટાને સનરૂફમાંથી બહાર માથુ કાઢતા જોયા હશે. બાળકો ભલે ગમે એટલી જીદ કરે, પરંતુ તેને માથુ બહાર કાઢવા દો નહીં. રસ્તા પર ચાલતી ગાડીમાં આમ કરવાથી તેના જીવનો ખતરો છે. આવી સ્થિતિમાં જો ઇમરજન્સી બ્રેક લગાવવાની જરૂર પડે તો સનરૂફમાં ઉભેલો વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ શકે છે. તેવી પણ સંભાવના છે કે તે ગાડીમાંથી બહાર નિકળી જાય. તેથી ગંભીર ઈજાથી બચવા આવી ભૂલ ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news