5G Phoner under 15000: ભારતમાં સસ્તા સ્માર્ટફોનનું માર્કેટ હંમેશા સારૂ રહ્યું છે. લોકો આજે પણ 10થી 15 અને 20000 વચ્ચે આવતા સ્માર્ટફોન વધુ ખરીદે છે. ફેસ્ટિવલ સેલમાં 10થી 15000 વચ્ચે આવનાર 5G ફોનની લોકોએ જોરદાર ખરીદી કરી છે. રેડમી, સેમસંગ, વીવો અને બીજી બ્રાન્ડ્સે આ પ્રાઇઝ સેગમેન્ટમાં સસ્તા 5જી ફોન્સ લોન્ચ કરી લોકોને ઓછી કિંમતમાં નવા ફોન પર અપગ્રેડ થવાનો વિકલ્પ આપ્યો છે. જો તમે પણ નવો 5જી ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો તમને સારા ઓપ્શન વિશે જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્તામાં મળે છે આ શાનદાર મોડલ્સ
Redmi 12 5G: આ ફોનની કિંમત 11999 રૂપિયા છે. તેમાં તમને 5000 એમએએચની બેટરી, 50MP નો કેમેરો અને Snapdragon 4 Gen 2 ચિપસેટનો સપોર્ટ મળે છે. આ ફોન તે લોકો માટે સારો છે, જેમાં એકદમ સસ્તામાં સારો કેમેરો, દમદાર બેટરી અને સારૂ પરફોર્મંસ જોઈએ.


MOTOROLA g54 5G: જે લોકોને સ્કીન સ્ટોક એક્સપીરિયન્સ જોઈએ તેના માટે આ ફોન સારો છે. તેમાં તમને 6000 એમએએચની દમદાર બેટરી, એન્ડ્રોયડ 13, 50MP નો OIS કેમેરો અને Dimensity 7020 પ્રોસેસર મળે છે. સ્માર્ટફોનની કિંમત 13999 રૂપિયા છે. 


આ પણ વાંચોઃ Jio 84 દિવસની વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલની સાથે મળશે ઈન્ટરનેટ ફ્રી


POCO M6 Pro 5G: આ સ્પેનના સ્પેક્સ રેડમી 12 5G ની જેમ છે. તેમાં તમને  50MP નો કેમેરો, 5000 એમએએચની બેટરી અને Snapdragon 4 Gen 2 ચિપસેટનો સપોર્ટ મળે છે. પરંતુ આ ફોનની કિંમત રેડમીના ફોનની તુલનામાં ઓછી છે. તેને તમે 10999 રૂપિયામાં ખરીદી શકો છો. 


realme Narzo 60X 5G: એમેઝોનને આ ફોનને તમે 12249 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાંત મને 5000 એમએએચની બેટરી 33 વોટના ફાસ્ટ ચાર્જિંગની સાથે 50MP નો કેમેરો, mediatek Dimensity 6100 પ્લસ પ્રોસેસર અને સાઇટ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. 


IQOO Z6 Lite 5G: આ પણ એક સારો ફોન છે. તેમાં તમને 6.68 ઇંચની ડિસ્પ્લે, 5000 એમએએચની બેટરી અને 50 મેગાપિક્સલનો કેમેરો મળે છે. સ્માર્ટફોનની કિંમત 13495 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube