જો તમે પણ કોઈ એવી કાર શોધી રહ્યા હોવ કે જેમા 7 લોકો આરામથી બેસી શકે અને જેની કિંમત પણ બજેટમાં હોય તો તમારા માટે ભારતીય ઓટોમોબાઈલ બજારમાં અનેક સારા વિકલ્પો છે. જો તમારી પાસે માત્ર 6 લાખ રૂપિયાનું બજેટ હોય અને એક 7 સીટર કાર ખરીદવા માંગતા હોવ તો તમારા માટે અમે એક સારો વિકલ્પ જણાવીશું. જે માત્ર બજેટ કાર છે એટલું જ નહીં પરંતુ તેમાં એ ઘણું બધુ છે જે તમે એક 7 સીટર કાર પાસેથી ઈચ્છતા હોવ છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ છે આ કાર
જે કારની અમે વાત કરી રહ્યા છીએ તે અસલમાં છે Renault ની Triber MPV જે બજેટ રેન્જમાં હોવાની સાથે સાથે એક ધાંસૂ સેવન સીટર કાર છે. આ કારને ખરીદતા પહેલા તમારે 10 વાર વિચાર નહીં કરવો પડે કારણ કે તેની કિંમત માત્ર 5.99 લાખથી શરૂ થાય છે. 


એન્જિન અને પાવર
ટ્રાઈબરમાં 1.0 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે. તેનું એન્જિન 72 પીએસ અને 96 એનએમ આઉટપુટ આપવામાં સક્ષમ છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને એએમટી ગિયરબોક્સ ઓપ્શન સાથે આવે છે. તે 20 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. ટ્રાઈબરમાં 84 લીટરનો બૂટ સ્પેસ છે. તેની થર્ડ રો સીટ ફોલ્ડ કરીને 625 લીટર સુધી વધારી શકાય છે. કાર પાંચ મોનોટોન અને પાંચ ડ્યૂલ ટોન કલરમાં આવે છે. 


ફીચર્સ
ટ્રાઈબરમાં 8 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો  કનેક્ટિવિટી, એપ્પલ કારપ્લે કનેક્ટિવિટી, પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, સેન્ટર કંસોલમાં કુલ્ડ સ્ટોરેજ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 6 વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, એલઈડી ટર્ન ઈન્ડિકેટર્સ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સ્ટીયરિંગ માઉન્ટેડ મ્યૂઝિક અને ફોન કંટ્રોલ્સ તથા સેકન્ડ + થર્ડ રો માટે એસી વેન્ટ્સ મળે છે. કારમાં ચાર એરબેગ (ફ્રન્ટ અને સાઈડ), ઈબીડી સાથે એબીએસ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયર વ્યૂ કેમેરા જેવા ફીચર્સ પણ છે.