6-7 Seater કાર્સ છોડો, સીધી આ 8 Seater Cars ખરીદો; જાણો કિંમત અને ફીચર્સ
8-Seater Cars: ભારતીય કાર બજારમાં ઘણી 7-સીટર કાર ઉપલબ્ધ છે, જે મોટા પરિવારો માટે સારી છે. પરંતુ, શું તમે જાણો છો કે 8 સીટર કાર પણ છે?
8-Seater Cars In India: ભારતીય કાર બજારમાં ઘણી 7-સીટર કાર ઉપલબ્ધ છે, જે મોટા પરિવારો માટે સારી છે. પરંતુ, શું તમે જાણો છો કે 8 સીટર કાર પણ છે? હા, માર્કેટમાં ઘણી બધી 8 સીટર કાર ઉપલબ્ધ છે. ચાલો કેટલીક 8 સીટર કાર વિશે વાત કરીએ. જેની કિંમત લગભગ 14 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
1. Mahindra Marazzo
આ એક MPV છે. જોકે, તેનું વેચાણ કંઈ ખાસ થયું નથી. તેની કિંમત 14.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.5-લિટર ડીઝલ એન્જિન છે, જે 122PS/300Nm જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તે માત્ર ડીઝલ એન્જિન સાથે આવે છે.
2. Toyota Innova Crysta
ઈનોવા ક્રિસ્ટા ખૂબ જ લોકપ્રિય છે. તે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરે છે. તેના 8-સીટર વેરિઅન્ટની કિંમત 19,99,000 રૂપિયાથી શરૂ થાય છે. તે દેશની સૌથી વધુ વેચાતી MPVમાં સામેલ છે. તે 7 અને 8 સીટર વિકલ્પોમાં આવે છે. હાલમાં, તે માત્ર ડીઝલ એન્જિન સાથે આવે છે.
3. Toyota Innova Hycross
તે 7 અને 8 સીટર વિકલ્પોમાં પણ આવે છે. તેના 8 સીટર વેરિઅન્ટની કિંમત 18.87 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 2-લિટર પેટ્રોલ એન્જિન અને 2-લિટર પેટ્રોલ એન્જિન હાઇબ્રિડ સેટઅપ ઓપશન્સ અવેલેબલ છે. બંને 8-સીટર લેઆઉટના વિકલ્પ સાથે આવે છે.
4. Maruti Invicto
Invicto પાસે 7 અને 8 સીટર વિકલ્પો પણ છે. તેના 8-સીટર વેરિઅન્ટની કિંમત 24.84 લાખ રૂપિયા છે. તે ઈનોવા હાઈક્રોસ પર આધારિત MPV છે.
5. Lexus LX
તેની કિંમત લગભગ 2.63 કરોડ રૂપિયા છે. તે ખૂબ જ શક્તિશાળી એન્જિન અને મજબૂત સુવિધાઓ સાથે આવે છે. તેમાં 8 લોકો બેસી શકે છે. તે 5663cc એન્જિન દ્વારા સંચાલિત છે, જે 362bhp અને 530Nm આઉટપુટ કરી શકે છે. તે 7.7 સેકન્ડમાં 0-100kmph સ્પીડ હાંસલ કરી શકે છે.
આ પણ વાંચો:
કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
આ રાજ્યો માટે વરસાદની આગાહી, કાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે
મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube