કેદારનાથ મંદિર પરીસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
Kedarnath Dham : થોડા સમય પહેલા કેદારનાથમાં એક કપલ ભગવાન શિવના દર્શન કરતું જોવા મળ્યું હતું ત્યાર પછી કપલમાંથી યુવતીએ પોતાના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ થયો હતો. લોકોનું કહેવું હતું કે કેદારનાથ ધામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ કોઈ સામાન્ય ટુરિસ્ટ સ્પોટ નથી જ્યાં આ પ્રકારની હરકત કરવામાં આવે. ત્યાર પછી પરિસરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકવાની પણ માંગ ઉઠી હતી.
Trending Photos
Kedarnath Dham : કેદારનાથ મંદિરમાં હવે શ્રદ્ધાળુઓને મોબાઈલ સાથે એન્ટ્રી નહીં મળે. મંદિરમાં જતા પહેલા શ્રદ્ધાળુએ મોબાઈલ ફોન બંધ કરવો પડશે અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવો પડશે. કારણકે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. આ નિર્ણય કેદારનાથ મંદિર પરિસરની વાયરલ થયેલી રીલ્સ બાદ લેવાયો છે.
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા બ્લોગરે કેદારનાથ મંદિર પરિસરમાં પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આ વિડીયો વાયરલ થયા પછી હવે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આંકરાપાણીએ છે.
આ પણ વાંચો:
જાણવા મળતી માહિતી અનુસાર મંદિર પરિસરમાં ઠેર ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ બોર્ડમાં લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરવો અને મંદિરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરવી. આ સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જે પણ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કેદારનાથ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કપડાને લઈને પણ સૂચના આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓને સભ્ય કપડા પહેરીને મંદિર પરિસરમાં આવવાની સૂચના આપવામાં આવી છે આ સૂચના પણ બોર્ડમાં લખવામાં આવી છે. આ મામલે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થળ છે જ્યાં લોકો પોતાની આસ્થાના કારણે ભગવાનના દર્શન કરવા આવે છે તેવામાં અન્ય ભક્તોએ લોકોની આસ્થા નું સન્માન કરવું જોઈએ. જોકે કેદારનાથ જેવી ઘટના બદ્રીનાથમાં નથી બની તેમ છતાં અહીં પણ આ પ્રકારના બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે.
ભક્તોને સૂચના આપવામાં આવી છે કે મંદિરના ગર્ભ ગૃહમાં જતા પહેલા યાત્રીઓએ ફોનને સ્વીચ ઓફ કરી દેવા. આ સિવાય ભક્તો કોઈ પણ પ્રકારનો કેમેરો લઈને પણ મંદિર પરિસરમાં નહીં જઈ શકે. થોડા સમય પહેલા કેદારનાથમાં એક કપલ ભગવાન શિવના દર્શન કરતું જોવા મળ્યું હતું ત્યાર પછી કપલમાંથી યુવતીએ પોતાના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ થયો હતો જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે કેદારનાથ ધામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે કોઈ સામાન્ય ટુરિસ્ટ સ્પોટ નથી જ્યાં આ પ્રકારની હરકત કરવામાં આવે. ત્યાર પછી પરિસરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકવાની પણ માંગ ઉઠી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે