નવી દિલ્હીઃ આ સમયે ટેલીકોમ સેક્ટરમાં એરટેલ, જિયો અને વીઆઈનું વર્ચસ્વ છે, પરંતુ બીએસએનએલ પણ અન્ય કંપનીઓની તુલનામાં ઓછી કિંમત પર સારા ડેટા બેનિફિટની સાથે પ્રીપેડ પ્લાન પ્રદાન કરવામાં પાછળ નથી. હાલમાં ટેલીકોમ કંપનીઓએ પોતાના પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે, તેવામાં યૂઝર્સ સસ્તા પ્લાન શોધી રહ્યાં છે. જો તમે પણ ઓછી કિંમતમાં સારી સુવિધાવાળો પ્લાન શોધી રહ્યાં છો તો બીએસએનએલની પાસે તમારી માટે સારા પ્લાન છે. નીચે જુઓ લિસ્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- બીએસએનએલનો STV_118 પ્લાન: 118 રૂપિયાનો આ પ્લાન 26 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલની સાથે દરરોજ 0.5GB ડેટા મળે છે. 


- બીએસએનએલનો STV_147 પ્લાન: 147 રૂપિયાનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે અને અનલિમિટેડ વોઇસ કોલ અને બીએસએનએલ ટ્યૂન્સના એક્સેસની સાથે કુલ 10 જીબી ડેટા પ્રદાન કરે છે. 


- બીએસએનએલનો STV_185 પ્લાન: 185 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ, દરરોજ 100 એસએમએસ, દરરોજ 1જીબી ડેટા મલે છે. આ સિવાય પ્લાન્સમાં બીએસએનએલ ટ્યૂન્સનું એક્સેસ પણ મળે છે. 


- બીએસએનએલનો STV_187 પ્લાન: 187 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં અનલિમિટેડ કોલ, દરરોજ 100 એસએમએસ અને ડેલી 2જીબી ડેટા મળે છે. 


આ પણ વાંચોઃ શું તમારી ઈન્ટરનેટ સ્પીડ ઓછી છે? રીસેટ કરો આ નેટવર્ક સેટિંગ, રોકેટ ગતિએ વધી જશે સ્પીડ


બીએસએનએલ OTT બેનિફિટ્સની સાથે બજેટ પ્રીપેડ પ્લાન રજૂ કરે છે. 
-બીએસએનએલનો  STV_247 પ્લાનઃ 247 રૂપિયાનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલની સાથે દરરોજ 100 એસએમએસ અને 30 દિવસ માટે 50જીબી ડેટા મળે છે. આ સિવાય ગ્રાહકોને BSNL Tunes અને EROS નું એક્સેસ પણ મળે છે. 


- બીએસએનએલનો STV_298 પ્લાન: 298 રૂપિયાનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને 1જીબી ડેટા મળે છે. ગ્રાહકોને 56 દિવસ માટે EROS  નાઉ એન્ટરટેનમેન્ટ સર્વિસનું એક્સેસ પણ મળે છે. 


આ સિવાય બીએસએનએલ માત્ર ડેટા પ્રીપેડ પેક પણ પ્રદાન કરે છે. 
- બીએસએનએલનો Data_WFH_151 પેકઃ 151 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં કુલ 40GB ડેટા મળે છે. પ્લાનની સાથે Zing નું એક્સેસ પણ મળે છે. 


- બીએસએલએલનો STV_198 પેકઃ 198 રૂપિયાનો આ પ્લાન 50 દિવસની વેલિડિટી સાથે આપે છે અને દરરોજ 2જીબી ડેટા પ્રદાન કરે છે. એટલે કે અહીં કુલ 100 જીબી ડેટા મળે છે અને દરરોજનો ખર્ચ 4 રૂપિયાથી પણ ઓછો. 


- બીએસએનએલનો Data_WFH_251 પેક: 251 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને કુલ 70 જીબી ડેટા મળે છે. આ પ્લાનની સાથે  Zing નું એક્સેસ ફ્રી મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube