શું તમારી ઈન્ટરનેટ સ્પીડ ઓછી છે? રીસેટ કરો આ નેટવર્ક સેટિંગ, રોકેટ ગતિએ વધી જશે સ્પીડ

How to Boost Internet Speed: જોકે કેટલીક એવી ટ્રીક્સ છે જેનાથી તમે તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે આ ટ્રિક્સ ત્યારે કામ કરે છે જ્યારે સમસ્યા ડિવાઈસ કે નેટવર્ક સાથે જોડાયેલી હોય. અનેકવાર સ્લો ઈન્ટરનેટનું કારણ તમારો ફોન પણ હોતો નથી અને નેટવર્ક પણ હોતો નથી. પરંતુ એક જગ્યા હોય છે.

શું તમારી ઈન્ટરનેટ સ્પીડ ઓછી છે? રીસેટ કરો આ નેટવર્ક સેટિંગ, રોકેટ ગતિએ વધી જશે સ્પીડ

How to Boost Internet Speed: આજના સમયમાં સ્લો ઈન્ટરનેટ એક મોટી સમસ્યા છે. જો તમારા ફોનમાં સ્લો ઈન્ટરનેટ આવી રહ્યું છે, જેના કારણે ઘણા એવા કામ છે જે તમે નહીં કરી શકો. ધારો કે તમારે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવી છે, યુ-ટ્યુબ પર કોઈ વીડિયો જોવો હશે કે ફેસબુક પર એક પોસ્ટ અપડેટ કરવી હશે તો સ્લો ઈન્ટરનેટ આ બધાની મજા ખરાબ કરી નાંખે છે. સોશિયલ મીડિયા પ્રત્યે લોકોના વધી રહેલા ક્રેઝના કારણે હાઈ સ્પીડ ઈન્ટરનેટની ડિમાન્ડ વધી છે. તમારે એક વોટ્સએપ મેસેજ કે કોલ માટે પણ સારા ઈન્ટરનેટની જરૂરિયાત રહેશે. એવામાં સ્લો ઈન્ટરનેટ સ્પીડમાં બધું કામ ખરાબ થઈ શકે છે.

ટ્રિક્સ કામ પણ કરશે અને ન પણ કરે:
જોકે કેટલીક એવી ટ્રીક્સ છે જેનાથી તમે તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે આ ટ્રિક્સ ત્યારે કામ કરે છે જ્યારે સમસ્યા ડિવાઈસ કે નેટવર્ક સાથે જોડાયેલી હોય. અનેકવાર સ્લો ઈન્ટરનેટનું કારણ તમારો ફોન પણ હોતો નથી અને નેટવર્ક પણ હોતો નથી. પરંતુ એક જગ્યા હોય છે. જ્યાં તમે સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યા હોવ છો. કેટલીક જગ્યા પર ઓપરેટરના ટાવરની સંખ્યા  ઓછી હોય છે. અને ટ્રાફિક વધારે હોય છે. આવી જગ્યા પર આપણને સ્લો ઈન્ટરનેટનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાઓનું સમાધાન તમને ટ્રિક્સમાં નહીં મળે. પરંતુ કેટલીક જગ્યાએ આ ટ્રિક્સ તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ સુધારી આપે છે.

રિસેટ કરવું પડશે નેટવર્ક સેટિંગ:
અનેકવાર સ્લો ઈન્ટરનેટના કારણે તમારું ડિવાઈસ હોય છે. કેમ કે સ્માર્ટફોન એક ઓછા બેન્ડવિશવાળા નેટવર્કને કેચ કરે છે. આ કારણે તમને સ્લો ઈન્ટરનેટ મળે છે. આ મુશ્કેલી 3જી અને 4જી બંને નેટવર્ક પર થાય છે. તમે હાઈ બેન્ડવિથના ઈન્ટરનેટ પર સ્વિચ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો.

સ્ટેપ-1 : સૌથી પહેલાં તમારે તમારા સ્માર્ટફોનમાં સેટિંગના ઓપ્શન પર જવું પડશે
સ્ટેપ-2: અહીંયા તમને મોબાઈલ નેટવર્કનો ઓપ્શન મળશે, જેના પર ટેપ કરવાનું રહેશે.
સ્ટેપ-3: અહીંયા તમારે તમારા નેટવર્ક પ્રોવાઈડર પર જવું પડશે અને પછી નેટવર્કના ઓપ્શન પર ક્લિક કરવું પડશે
સ્ટેપ-4: હવે સિલેક્ટ ઓટોમેટિકલી પર ક્લિક કરવું પડશે અને તેને ટર્ન ઓફ કરવાનું રહેશે
સ્ટેપ-5: આવું કર્યા પછી તમારે મેન્યુઅલી પોતાનું નેટવર્ક પ્રોવાઈડર શોધવું પડશે અને તેના પર ટેપ કરવાનું રહેશે

આ બધા સ્ટેપ ફોલો કર્યા પછી તમારે તમારો ફોન રિ-સ્ટાર્ટ કરવાનો રહેશે. તમે જોશો કે તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધી ગઈ હશે. તેના માટે તમારા ફોન પર 4જી કે એલટીઈ નેટવર્ક સેટ કરવાનું રહેશે.

કેવી રીતે સિલેક્ટ કરશો 4જી કે એલટીએ નેટવર્ક:
4જી કે એલટીઈ નેટવર્ક સિલેક્ટ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગમાં જવું પડશે. અહીંયા તમને કનેક્શનનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરવું પડશે. હવે તમે તમારી સામે સિમ કાર્ડ મેનેજરનો વિકલ્પ હશે. અહીંયા તમારે મોબાઈલ ડેટા કે મોબાઈલ નેટવર્ક પર જવું પડશે. હવે તમને એલટીઈ-3જી કે 2જીનો ઓપ્શન મળશે. જેને તમારે સિલેક્ટ કરવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news