5 લાખથી ઓછી કિંમતની બેસ્ટ કાર, 33 Km સુધી માઇલેજની સાથે મળશે દમદાર ફીચર્સ
તેમાં પેટ્રોલ MT ની સાથે 24.39 kmpl, પેટ્રોલ AMT ની સાથે 24.90 kmpl, LXi CNG ની સાથે 33.40 km/kg અને VXi CNG ની સાથે 33.85 km/kg નું માઇલેજ મળે છે.
Affordable Cars: બજારમાં કારના અનેક મોડલ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે, જે અલગ-અલગ સેગમેન્ટ અને પ્રાઇઝ રેન્જમાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે જે ઓછી કિંમતવાળી એક સસ્તી કાર ખરીદવા ઈચ્છે છે. તો આજે અમે તમને બે એવી કાર વિશે જણાવીશું જેની કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી છે.
મારૂતિ અલ્ટો K10
મારૂતિની આ એન્ટ્રી લેવલ મોડલની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે ચાર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, Std, LXi, VXi અને VXi+.લોઅપ-સ્પેક LXi અને VXi ટ્રિમ્સ સીએનજી કિટના ઓપ્શન સાથે આવે છે. મારૂતિએ તેને સાત મોનોટોન કલર ઓપ્શનમાં રજૂ કરી છે, જેમાં મેટેલિક સિઝલિંગ રેડ, મેટાલિક સિલ્કી સિલ્વર, મેટાલિક ગ્રેનાઇટ ગ્રે, મેટાલિક સ્પીડી બ્લૂ, પ્રીમિયમ અર્થ ગોલ્ડ, પર્લ મિડનાઇટ બ્લેક અને સોલિડ વ્હાઇટ સામેલ છે. અલ્ટો K10 માં 214 લીટરનો બૂટ સ્પેસ છે. તેમાં 1 લીટર ડુઅલઝેટ પેટ્રોલ એન્જિન મળે છે, જે 67 PS પાવર અને 89 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 5 સ્પીડ મેનુઅલ કે 5 સ્પીડ AMT ની સાથે જોડવામાં આવ્યું છે. આ સિવાય 57 PS અને 82 Nm ની આઉટપુલની સાથે સીએનજી વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે, જેને માત્ર 5 સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશનની સાથે ખરીદી શકાય છે.
અલ્ટો કે10 માઇલેજ અને ફીચર્સ
તેમાં પેટ્રોલ MT ની સાથે 24.39 kmpl,પેટ્રોલ AMT ની સાથે 24.90 kmpl, LXi CNG ની સાથે 33.40 km/kg અને VXi CNG ની સાથે 33.85 km/kg ની માઇલેજ મળે છે.
આ પણ વાંચોઃ બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
તેના મુખ્ય ફીચર્સ તરીકે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોયડ ઓટોની સાથે 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કીલેસ એન્ટ્રી, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ અને મેન્યુઅલ રૂપથી એડજસ્ટેબલ આઉટસાઇડ રિયરવ્યૂ મિરર (ORVMs)સામેલ છે. સેફ્ટી માટે તેમાં ડુઅલ ફ્રંટ એરબેગ EBD ની સાથે ABS,રિવર્સિંગ કેમેરા અને રિયર પાર્કિંગ સેન્સર મળે છે.
બજાજ ક્યુટ
બજાજે Qute ને 3.61 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત પર લોન્ચ કરી છે. આ સીએનજી અને પેટ્રોલ બંને વિકલ્પમાં ઉપલબ્ધ છે અને તેને પ્રાઇવેટ અને કોમર્શિયલ બંને ઉપયોગ માટે બનાવવામાં આવી છે. બજાજ ક્યુટને RE60 ના નામથી ઓળખવામાં આવે છે અને તે ભારતની પ્રથમ ક્વાડ્રિસાઇકિલ છે. તે મુખ્ય રૂપથી એક ઓટો રિક્ષાનું 4 વ્હીલ વર્ઝન છે, જે હાઈટ્રોપ રૂફ, દરવાજા, સ્ટીયરિંગ વ્હીલ અને 2+2 સીટિંગ કોન્ફિગરેશનની સાથે આવે છે. ક્યુટમાં 216.6cc,લિક્વિ-કૂલ્ડ DTS-i એન્જિન છે, જે પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલે છે. તે એન્જિન પેટ્રોલ પર 13.1PS/18.9Nm અને સીએનજી પર 10.98PS/16.1Nm શાનદાર માઇલેજ આપે છે. પેટ્રોલ પર તેની માઇલેજ 35kmpl અને સીએનજી પર 43km/kg છે.