નવી દિલ્હી : જો તમે 10થી 15 હજારની વચ્ચેની રેન્જનો સ્માર્ટફોન ખરીદવા માગતા હો તો કન્ફ્યુઝ થઈ જાઓ એવી પુરેપુરી શક્યતા છે. હકીકતમાં આ રેન્જમાં મોટાભાગની કંપનીઓ શ્રેષ્ઠ વિકલ્પ આપી રહી છે. જોકે હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે આ રેન્જના સ્માર્ટફોનમાં શાઓમી (Xiaomi) ભારતની સૌથી ફેવરિટ બ્રાન્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહ્યું છે ફ્લિપકાર્ટને ટક્કર મારે એવું એમેઝોનનું સેલ, તારીખ અને વિગત જાણવા કરો ક્લિક


ચીનની મોબાઇલ બનાવનારી કંપની શાઓમી 2017ના ત્રીજા ત્રિમાસિક તબક્કામાં ભારતની નંબર 1 સ્માર્ટફોન કંપની બની ગઈ હતી અને ભારતીય માર્કેટમાં સેમસંગનો દબદબો ઓછો થઈ ગયો હતો. છેલ્લા છ વર્ષમાં પહેલીવાર સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પહેલા નંબરથી બીજા નંબર પર ધકેલાઈ ગઈ હતી. 


માત્ર 7,000 રૂ.માં સ્માર્ટફોન અને કંપની પણ છે વિશ્વાસપાત્ર


કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના કાર્યક્રમ 'કન્ઝ્યુમર લેન્સ'માં માહિતી આપવામાં આવી છે કે ત્રણમાંથી બે યુઝર્સ મિડ રેન્જ કે પછી હાઇ રેન્જનો સ્માર્ટફોન ખરીદવા માગે છે જ્યારે પાંચમાંથી ચાર યુઝર પોતાના વર્તમાન સ્માર્ટફોનથી સંતુષ્ટ છે. કન્ઝ્યુમર લેન્સના વિશ્લેષક પાવેલ નૈયા કહે છે કે, 'ભારતના મોબાઇલ ફોન યુઝર વધારે પ્રબુધ્ધ થઈ રહ્યા છે કારણ કે મોટાભાગના પાસે તેમનો બીજો કે ત્રીજો સ્માર્ટફોન છે. હાલમાં મિડ રેન્જમાં વધારે ફિચર્સ આવી રહ્યા છે અને યુઝરને આ ફિચર્સથી પોતાને અપગ્રેડ કરવાનું આકર્ષણ છે. આ રિપોર્ટ પ્રમાણે 25 હજાર રૂ.થી માંડીને 40 હજાર રૂ.ના સેગમેન્ટમાં વનપ્લસ દેશની સૌથી ફેવરિટ બ્રાન્ડ છે.


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...