દરરોજ 2 GB ડેટા, જુઓ Jio, Airtel અને Viના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન
જો તમે તમારા મોબાઇલમાં દરરોજ 2 જીબી ડેટા ખર્ચ કરો છો તો જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા (Vi)ના ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન એવા છે, જે તમને પસંદ આવશે.
નવી દિલ્હીઃ જો તમે તમારા મોબાઇલમાં દરરોજ 2 જીબી ડેટા ખર્ચ કરો છો તો જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા (Vi)ના ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન એવા છે, જે તમને પસંદ આવશે અને તમે વધુ ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સહિત ઘણી અન્ય સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.
મંથલી પ્લાનની સાથે બે મહિના અને ત્રણ મહિના વાળા ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરને દરરોજ 2 જીબી ડેટાની સાથે અનેક સુવિધા મળે છે. મોટાભાગના રિચાર્જ પ્લાન 600થી ઓછા છે અને તેની વેલિડિટી 84 દિવસ સુધી છે. આવો જાણીએ રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઇડિયામાંથી કઈ કંપનીના રિચાર્જ પ્લાન સારા અને સસ્તા છે તથા તમારા માટે ક્યો પ્લાન સૌથી બેસ્ટ છે.
રિલાયન્સ જીયોના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન
જો તમારી પાસે રિલાયન્સ જીયોનું સિમ કાર્ડ છે તો તમારા માટે 444 રૂપિયા વાળો પ્લાન યોગ્ય રહેશે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 56 દિવસ માટે સેમ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે બીજા નેટવર્ક પર 2000 મિનિટ્સની સાથે દરરોજ 100 એસએમએસ અને 2 જીબી ડેટાની સુવિધા મળશે. તો 599 રૂપિયાના રિચાર્જ પર સુવિધાઓની સાથે બીજા નેટવર્ક પર 3000 કોલિંગ મિનિટ્સ મળશે. જો તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોવ અને દરરોજ 2 જીબી ડેટા ઓછો પડતો હોય તો તમે 151 રૂપિયાના રિચાર્જ પર એક મહિના માટે 30 જીબી ડેટા મેળવી શકો છો.
Jioના પ્રીપેડ પેક્સમાં બમ્પર ફાયદાઓ, આ છે સૌથી દમદાર 5 રિચાર્જ પ્લાન્સ
વોડાફોન-આઇડિયાના બેસ્ટ રિચાર્જ પ્લાન
વોડાફોન-આઇડિયાના 2 જીબી ડેટા વાળા બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો 595 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને 56 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મેસેજની પણ સુવિધા મળશે. આ સાથે ઘણી વધારાની સુવિધાઓ મળશે, જેમાં એક વર્ષ માટે ZEE5 પ્રીમિયમ એક્સેસની સાથે Vi મૂવીઝ અને ટીવી એક્સેસ મળશે. વોડાફોન-આઇડિયાનો 24 દિવસ માટે પણ પ્રીપેડ રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 300 એસએમએસ અને દરરોજ 2 જીબી ડેટા મળશે.
દરરોજ 2 જીબી ડેટા વાળો એરટેલનો બેસ્ટ પ્લાન
એરટેલ યૂઝર્સો માટે એરટેલનો 449 રૂપિયાનો પ્રીપેડ પ્લાન યોગ્ય છે, જેમાં 56 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ અને 2 જીબી ડેટાની સુવિધા મળશે. આ પ્રીપેડ પ્લાનની સાથે Airtel Xstream Premium નું સબ્સક્રિપ્શન ફ્રી છે. એરટેલનો એક અન્ય પ્લાન છે 349 રૂપિયાનો, જેમાં યૂઝર્સને 28 દિવસ માટે આ તમામ સુવિધાઓની સાથે 28 દિવસના એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન સહિત અન્ય સુવિધાઓ મળશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube