નવી દિલ્હીઃ Airtel and Jio annual Plan: વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં અમે તમને જિયો અને એરટેલના ખુબ સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. આ પ્લાન્સને કંપનીનો વેલ્યૂ પ્લાન માનવામાં આવે છે. આ પ્લાન વાર્ષિક વેલિડિટી સાથે આવે છે. ખાસ વાત છે કે આ બંને પ્લાન્સનો દરરોજનો ખર્ચ 5 રૂપિયાથી પણ ઓછો છે. તો આવો જાણીએ આ પ્લાનની વિગત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલનો 1799 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
આ એક વાર્ષિક પ્લાન છે, જેમાં તમને 365 દિવસની વેલિડિટી, 24 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 3600 એસએમએસ મળે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં એપોલો 24/7 સર્કલ, ફાસ્ટેગ પર કેશબેક, હેલો ટ્યૂન્સ અને વિંક સામેલ છે. જ્યારે બલ્ક ડેટા પેક વધુ ઈન્ટરનેટ ઓફર કરતો નથી. જે લોકોને માત્ર કોલિંગની જરૂરીયાત હોય તેના માટે આ પ્લાન બેસ્ટ છે. 


આ પણ વાંચોઃ JIO યૂઝર્સને મોટો ફાયદો, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 28 દિવસ સુધી મળશે ડેટા-કોલિંગ


જિયોનો 1559 રૂપિયાનો પ્લાન
જિયોનો 1559 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. કિંમત અને વેલિડિટી પ્રમાણે જોઈએ તો પ્લાનનો દરરોજનો ખર્ચ 5 રૂપિયાથી ઓછો છે. આ પ્લાનમાં 24 જીબી બલ્ક ડેટા મળે છે. ડેટા કોટા ખતમ થવા પર પણ યૂઝર્સ 64kbps ની સ્પીડ પર ઈન્ટરનેટ વાપસી શકે છે. આ પ્લાનમાં કુલ 3600 એસએમએસની સુવિધા મળે છે. સાથે જે એલિઝિબલ યૂઝર્સ છે તેને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. એડિશનલ બેનિફિટ્સમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube