New Security Rules: ભારતમાં Samsung, Xiaomi, Vivo અને Apple જેવી બ્રાન્ડના સ્માર્ટફોનમાં ઘણી પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ ઉપલબ્ધ છે. જાસૂસી અને સ્માર્ટફોન યુઝર્સના ડેટાના દુરુપયોગને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને IT મંત્રાલય નવા નિયમો લાવવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અને ગૂગલ પ્લે-સ્ટોર બિલિંગને લઈને ગૂગલ પર ભારે દંડ ફટકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રી-ઈન્સ્ટોલ કરેલ એપ્લિકેશનો-
સ્માર્ટફોન કંપનીઓ ફોનમાં કેટલાક એપ્સ પ્રી-ઈન્સ્ટોલ આપે છે. હાલમાં યુઝર્સ આ એપ્સને હટાવી શકતા નથી, કારણ કે ફોન કંપનીઓ તેમને આવું કરવાનો વિકલ્પ આપતી નથી. પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ નબળી કડી બની શકે છે અને સરકાર ઇચ્છે છે કે ચીન જેવો કોઇ દેશ યુઝર્સના ડેટાનો દુરુપયોગ ન કરે.


હાલમાં, મોટાભાગના સ્માર્ટફોનમાં પ્રી-ઈન્સ્ટોલ કરેલી એપ્સ આવે છે જેને દૂર કરી શકાતી નથી. તેમાં ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા Xiaomiના એપ સ્ટોર GetApps, સેમસંગની પેમેન્ટ એપ Samsung Pay Mini અને iPhone નિર્માતા Appleનું Safari બ્રાઉઝર જેવી પ્રી-ઈન્સ્ટોલ કરેલી એપ્સનો સમાવેશ થાય છે.



આ પણ વાંચો:
ટોલ પ્લાઝા પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો ટોલ ટેક્સમાં મળે મુક્તિ, જાણો નિયમ
એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી, ખાસ જાણો કારણ
ધો. 10ના પ્રથમ પેપર ગુજરાતીમાં જ બોર્ડે ભાંગરો વાટ્યો: મૂળ પંક્તિના રચનાકારને જ બદલી


યુઝર્સને એપ ડિલીટ કરવાનો વિકલ્પ મળશે-
નવા નિયમો હેઠળ, સ્માર્ટફોન કંપનીઓએ પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સને દૂર કરવા માટે અનઈન્સ્ટોલનો વિકલ્પ આપવો પડશે. આ સિવાય બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા અધિકૃત લેબમાંથી નવા સ્માર્ટફોન મોડલ્સનું પરીક્ષણ કરવામાં આવશે. સરકાર દરેક મોટા ઓપરેટિંગ સિસ્ટમ અપડેટને યુઝર્સ માટે રિલીઝ કરતા પહેલા તેનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનું પણ વિચારી રહી છે.


સરકારની કડક કાર્યવાહી-
આ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ મામલો છે, તેથી સરકાર આ યોજનાને લઈને ઘણી ગંભીર છે. સરકારે સ્માર્ટફોન એપ્સને લઈને 2020માં સૌથી કડક પગલું ભર્યું હતું. તે દરમિયાન 300 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં TiTok જેવી લોકપ્રિય એપનો સમાવેશ થાય છે. આ પછી સરકારે ચીની કંપનીઓના રોકાણની તપાસ પણ તેજ કરી દીધી છે.


આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ

રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube