નવી દિલ્હી: એપલ (Apple) એક એવી સ્માર્ટફોન બ્રાન્ડ છે જે કોઈના પરિચયની જરૂર નથી. એપલના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ,  iPhones ને લોકો ખુબ જ પસંદ કરે છે અને તેના નવા મોડલ્સની ફ્રેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. એપલ દર વર્ષે iPhone નું લેટેસ્ટ વર્ઝન લોન્ચ કરે છે. આ વર્ષે iPhone 14 લોન્ચ થનાર છે અને સ્વાભાવિક વાત છે કે આગામી વર્ષે  iPhone 15. એપલ પોતાના ફોનના ફીચર્સ વિશે પહેલાથી ક્યારે કોઈ વાત જાહેર કરતું નથી, પરંતુ લીક થયેલા ફીચર્સ સામે આવતા જતા રહે છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટસમાં iPhone 15 Pro ના કેમેરાની ફીચર્સને લઈને મોટો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 15 Pro વિશે મોટો ખુલાસો
એપલના આવનારા iPhones વિશે સમાચાર બજારમાં ફેલાવવા એક સામાન્ય બાબત છે. કેટલાક સમયથી iPhone 15 Pro ના કેમેરા વિશે અહેવાલો સામે આવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં જ વર્ષ 2023માં લોન્ચ થનારા iPhone 15 Pro વિશે એક મોટો ખુલાસો થયો છે. વિશ્લેષક જેફ પુ (Jeff Pu) એ જણાવ્યું છે કે ક્યુપર્ટિનો 5x Cupertino 5x ટેલિફોટો લેન્સના પ્રોટોટાઇપ અને કોમ્પોનેન્ટ સેમ્પલ ટેસટ કરી રહ્યું છે.


શાનદાર હશે iPhone 15 Pro નો કેમેરા 
જ્યારે અમે તમને હમણાં જ જણાવ્યું છે કે iPhone 15 કેમેરા માટે 5x ટેલિફોટો લેન્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જ્યારે તમને એ પણ જણાવીએ કે કેમેરાના આ લેન્સને ફોનમાં સ્થાન આપવામાં આવશે કે નહીં, મે 2022 સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ લેન્સને મંજૂરી આપવામાં આવે છે, તો તે વર્ષ 2023માં લોન્ચ થનારા iPhone 15 Pro અને iPhone 15 Pro Max માં સામેલ થઈ જશે.


તમને જણાવી દઈએ કે Lante Optics આ લેન્સ બનાવશે અને એવી આશા છે કે 100 મિલિયન યુનિટ્સ માત્ર Apple માટે જ બનાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube