નવી દિલ્લીઃ Bluetooth નું નામ બ્લૂ ટૂથ કેવી રીતે પડ્યું? ટૂથ એટલે દાંત, તો શું દાત સાથે આ ટેકનોલોજીને કોઈ સંબંધ છે? કેમ ટૂથ પેસ્ટની જેમ આ ટેકનોલોજીને આપવામાં આવ્યું છે બ્લૂ ટૂથનું નામ? શું ક્યારેય આવા સવાલો તમારામાં મનમાં આવ્યાં છે ખરાં..આના પાછળની શું કહાની છે તે પણ જાણવા જેવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા ફોનમાં Bluetooth હશે, જેથી તમે કોઈપણ વાયર વગર ફાઇલોની આપ-લે કરી શકો. Bluetooth એકદમ યુઝર ફ્રેન્ડલી માનવામાં આવે છે અને તેના કારણે લોકો લાંબા સમય સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય તેના નામ વિશે વિચાર્યું છે, શું ખરેખર તેને દાંત સાથે કોઈ લેવાદેવા છે અથવા તેનું નામ શા માટે રાખવામાં આવ્યું છે. એ પણ જાણવા જેવું છે.


તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે Bluetoothનું નામ કોઈ ટેક્નોલોજી સંબંધિત કામને કારણે નહીં પરંતુ એક રાજાના નામ પર છે. ત્યારે ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે Bluetoothના નામ પાછળ 'વાદળી દાંત' ની કહાની પણ જોડાયેલી છે.


ઘણા અહેવાલોમાં અને Bluetoothની વેબસાઇટ પર પણ એવું કહેવામાં આવ્યું છે કે Bluetoothનું નામ મધ્યયુગીન સ્કેન્ડિનેવિયન રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ રાજાનું નામ હેરાલ્ડ ગોર્મસન હતું. આપને જણાવી દઈએ કે ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન દેશોના રાજાઓને સ્કેન્ડિનેવિયન રાજાઓ કહેવામાં આવે છે.


ઘણા અહેવાલોમાં એવું કહેવાય છે કે તેનું નામ blátǫnn હતું અને તે ડેનિશ ભાષાનું નામ છે. અંગ્રેજીમાં તેનો અર્થ Bluetooth થાય છે. એક વેબસાઇટ્સ અનુસાર  રાજાના નામ પરથી Bluetooth નામ  આપવામાં આવ્યું હતું કારણ કે તેનો એક દાંત, જે વાદળી રંગનો દેખાતો હતો, તે એક રીતે મૃત દાંત હતો. આ કારણે  Bluetooth નું નામ પડ્યું છે.


જો કે, ઘણા અહેવાલોમાં, દાંતની વાર્તાથી અલગ વાત પણ કહેવામાં આવે છે. પરંતુ, એ ચોક્કસ છે કે Bluetoothનું નામ રાજા હેરાલ્ડ ગોર્મસનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.