સુપરબાઈક BMW M1000 RR ભારતમાં લોન્ચ, SEXY લુક સાથે સ્પીડમાં છે બેતાજ બાદશાહ
બીએમડબ્લ્યૂ (BMW) એ પોતાની સ્પોર્ટ સુપરબાઈક લોન્ચ કરી છે. કંપનીએ S1000 RRનું નવું M PERFORMANCE વેરિયન્ટ લોન્ચ કર્યું છે. આ નવી શાનદાર બાઈકની ટોપ સ્પીડ 306 કિલોમીટર પ્રતિકલાકની છે. આ બાઈકમાં કંપનીએ અનેક નવા ફિચર (New Feature) ઉમેર્યા છે. તો આવો જાણીએ આ સુપરબાઈક વિશે તમામ માહિતી.
નવી દિલ્હી: બીએમડબ્લ્યૂ (BMW) એ પોતાની સ્પોર્ટ સુપરબાઈક લોન્ચ કરી છે. કંપનીએ S1000 RRનું નવું M PERFORMANCE વેરિયન્ટ લોન્ચ કર્યું છે. આ નવી શાનદાર બાઈકની ટોપ સ્પીડ 306 કિલોમીટર પ્રતિકલાકની છે. આ બાઈકમાં કંપનીએ અનેક નવા ફિચર (New Feature) ઉમેર્યા છે. તો આવો જાણીએ આ સુપરબાઈક વિશે તમામ માહિતી.
લગ્ઝરી કાર બનાવતી પ્રસિદ્ધ જર્મન કંપની બીએમડબ્લ્યૂ (BMW) ની ટુ-વ્હીલર યુનિટ BMW MOTORRAD INDIAએ ભારત (India) માં પોતાની સ્પોર્ટ સુપરબાઈક S1000 RRનું નવું M PERFORMANCE વેરિયન્ટ લોન્ચ કર્યું છે. એકદમ દમદાર અને આકર્ષક સ્પોર્ટી લુક્સથી સજ્જ આ બાઈકને કંપનીએ 2 વેરિયન્ટમાં લોન્ચ કરી છે. BMW MOTORRADએ BMW M1000 RRનું સ્ટાન્ડર્ડ વેરિયંટ અને BMW M1000 RRનું કોમ્પીટીશન વેરિયન્ટ લોન્ચ કર્યું છે.
HONDA ની એડવેન્ચર Bike ભારતમાં લોન્ચ, એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે આ બાઈક છે બેસ્ટ
આ સુપરબાઈક (Superbike) ને એકદમ સ્ટાઈલિશ લુક (Stylish Look) આપવા માટે આકર્ષક ગ્રાફિક્સ અને એક્સટીરિયર પેંટ સાથે લોન્ચ કરવામાં આવી છે. બાઈકને 3 અલગ અલગ કલર સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમાં લાઈટ વ્હાઈટ, રેસિંગ બ્લુ મેટાલિક અને રેસિંગ રેડ કલર સામેલ છે. એવું પહેલીવાર થયું છે જ્યારે બીએમડબ્લ્યૂ (BMW) ની બાઈકમાં M ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. M ટ્રીટમેન્ટ માત્ર સ્પોર્ટ્સ કારો માટે હતી. આ નવી બાઈકમાં પાવરફુલ એન્જીન સાથે એડવાન્સ ફિચર્સ આપવામાં આવ્યા છે.
શું તમારા WhatsApp પર પણ આવ્યો છે આ મેસેજ? ખોલશો તો ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
બીએમડબ્લ્યૂ BMW M1000 RRમાં 999CC ઈનલાઈન 4 સિલિન્ડર વોટર/ઓઈલ કુલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 212 BHPનો પાવર અને 113 NMનો પીકઅપ ટોર્ક જનરેટ કરે છે. M1000 RRમાં હલ્કા એન્જીન બ્લોક, ટાઈટેનિયમ વાલ્વ અને ટાઈટેનિયમ કનેક્ટિંગ રોડ મળે છે. S1000 RRની સરખામણીએ આ બાઈક 5 BHP વધુ પાવર આપે છે. કંપની મુજબ આ બાઈક માત્ર 3.1 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકી શકે છે. આ સુપરબાઈકની ટોપ સ્પીડ 306 કિલોમીટર પ્રતિ કલાકની છે. ભારતીય બજારમાં હાજર કોઈ પણ SUVની સરખામણી આ બાઈકમાં વધુ પાવર છે.
આ બાઈકમાં M GPS લેપ ટ્રિગર, ટ્રાવેલ કિટ, પીલિયન સીટ કવર, કાર્બન ફ્રંટ અને રિયર મડગાર્ડ, કાર્બન અપર ફેયરિંગ સાઈડ પેનલ, કાર્બન ટેંક કવર, કાર્બન ચેન ગાર્ડ અને કાર્બન સ્પ્રોકેટ કવર, બ્રેક લીવર ફોલ્ડિંગ, બ્રેક લીવર ગાર્ડ, ક્લચ લીવર ફોલ્ડિંગ અને M રાઈડર ફુટ રેસ્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ સાથે જ બાઈકમાં 6.5 ઈંચનું મલ્ટીફંક્શન TFT ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ અને 3 કોર રાઈડ સ્ક્રિન આપવામાં આવી છે.
OLA બનાવશે દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક સ્કુટરની ફેક્ટરી, જલદી જ શાનદાર માઈલેજથી સજ્જ ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ
આ સ્ક્રિન પર બાઈકથી સંબંધિત દરેક જરૂરી માહિતી દર્શાય છે. આ બાઈકમાં 4 ડ્રાઈવિંગ મોડ્સ-રેન, રોડ, ડાયનામિક અને રેસ જેવા મોડ આપવામાં આવ્યા છે. બાઈકનું એરોડાયનામિક ડિઝાઈન ઓછા વજનવાળા બાઈકના પર્ફોર્મન્સને શ્રેષ્ઠ બનાવે છે. આ બાઈકની દેશભરમાં BMW MOTORRAD INDIA ડીલરશિપ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube