ચાલતા-ચાલતા બદલાઈ જાય છે આ ગાડીનો રંગ! આ કાર જોવા રસ્તા રોકીને ઉભા રહે છે લોકો!
રંગ બદલતા ફોન બાદ પ્રસ્તુત છે રંગ બદલતી ઈલેક્ટ્રીક કાર, BMWની આ કાર રંગ બદલવાની સાથે આપે છે શાનદાર પાવર. BMWએ રંગ બદલતી કાર લોન્ચ કરી, માત્ર આંખનું પલકારું જપકાવતા બદલી જશે કારનો રંગ.
નવી દિલ્લીઃ ઘણીવાર એવું બને છે કે તમે તમારા વાહનના એક જ રંગથી કંટાળી જાઓ છો. મનમાં વિચાર આવે કે કાશ હું મારી કારનો રંગ બદલી શકું, પરંતુ હવે તે શક્ય છે. હાલમાં જ એક એવી ઈલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી છે જે બટન દબાવીને પોતાનો રંગ બદલી શકે છે. જાણો તેની વિશેષતા.
રંગ બદલતી કાર-
લક્ઝરી કાર નિર્માતા કંપની BMWએ હાલમાં જ તેની M-બ્રાન્ડની ઈલેક્ટ્રિક કાર iX M60 લોનચ કરી છે. બટન દબાવવાથી કારના એક્સટીરિયરનો રંગ બદલાઈ જાય છે. આ કાર આંખના પલકાર્યા પહેલા જ કાળાથી સફેદ અને સફેદથી ગ્રેમાં જઈ શકે છે. કંપનીએ આ કાર અમેરિકામાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES-2022) માં બતાવી છે અને તેને BMW iX M60 Flow નામ આપવામાં આવ્યું છે. હવે તમે વિચારતા હશો કે આ કારનો રંગ આટલી સરળતાથી કેવી રીતે બદલાઈ જાય છે.
આ રીતે રંગ બદલે છે આ કાર-
કંપનીએ આ કારના સરફેસ પર ઈ-ઈંકનું કોટિંગ કર્યું છે. તેમાં લાખો માઈક્રોકેપ્સ્યુલ્સ છે, જેનો વ્યાસ માનવ વાળ જેટલો છે. દરેક માઈક્રોકેપ્સ્યુલમાં સફેદ રંગનું નેગેટિવ ચાર્જ અને કાળા રંગના પોઝિટિવ ચાર્જ પિગમેન્ટ હોય છે. આ રીતે, જ્યારે બટન દબાવીને આ રંગદ્રવ્યોને મેસેજ મોકલવામાં આવે છે, ત્યારે તેઓ સરફેસનો રંગ બદલી નાખે છે. આ લગભગ મોબાઈલની સ્ક્રીન પર વૉલપેપર બદલવા જેવું છે. BMWની આ કાર એક પાવરફુલ ઈલેક્ટ્રીક SUV છે. આ કાર 610 HPનો પાવર જનરેટ કરી શકે છે.