બ્લડ ઓક્સિજન અને હાર્ટ રેટ સેંસર સાથે boAtની નવી સ્માર્ટવોચ લોન્ચ
બોટ આઈરિસ સ્માર્ટવોચમાં બ્લડ ઓક્સિજન મોનિટર, હાર્ટ રેટ મોનિટર અને કેટલાક સ્પોર્ટ્સ મોડ છે. boAtએ તાજેતરમાં ભારતમાં Vertex સ્માર્ટવોચ લોન્ચ કરી છે.
પોપ્યુલર વેરેબલ બ્રાન્ડ boAtએ તેની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આ ભારતમાં boAt તરફથી લેટેસ્ટ સ્માર્ટવોચ છે. કંપનીએ તેને આઈરિસ(Iris) નામ આપ્યું છે. BoAt Iris સ્માર્ટવોચમાં રાઉન્ડ ડાયલ આપવામાં આવ્યું છે. તેમાં હાઈ-ડેફિનેશન AMOLED સ્ક્રીન પણ આપવામાં આવી છે.
બોટ આઈરિસ સ્માર્ટવોચમાં બ્લડ ઓક્સિજન મોનિટર, હાર્ટ રેટ મોનિટર અને કેટલાક સ્પોર્ટ્સ મોડ છે. boAtએ તાજેતરમાં ભારતમાં Vertex સ્માર્ટવોચ લોન્ચ કરી છે.
boAt Irisને ભારતમાં 4499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ boAtની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ સ્માર્ટવોચ ઘણા કલર ઓપશનમાં મળે છે. આમાં એક્ટિવ બ્લેક, ફ્લેમિંગ રેડ અને નેવી-બ્લુ કલર ઓપશનનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ નહીં બગાડી શકે તમારી 31st પાર્ટીની મજા, ઘરે રહી કરો આ કામ
boAt Irisના સ્પેસિફિકેશન્સ-
boAt Irisમાં 1.39ઈંચ ડાયલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં મલ્ટીપલ ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસ આપવામાં આવ્યા છે. આ માટે તમારે boAt Hub એપને તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરવું પડશે.
આ સ્માર્ટવોચમાં 24x7 હાર્ટ રેટ અને SpO2 મોનિટરનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આમાં એક્ટિવિટી ટ્રેકર માટે ઘણા સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. જે તમારી દૈનિક કેલરી બર્ન, ફુટસ્ટેપ્સ અને ડિસ્ટન્સની ગણતરી કરે છે. આ સ્માર્ટવોચમાં 8-બિલ્ટ ઈન એક્ટિવ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. આ સ્પોર્ટ્સ મોડ walking, running, cycling, skipping, badminton, basketball, football અને swimmingમાં મદદ કરશે. કંપનીનો દાવો છે કે boAt Irisની બેટરી 7 દિવસ સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube