નવી દિલ્હી: હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટરે બુધવારે ભારતીય બજારમાં બીએસ-6 એન્જીન સાથે પોતાની નવી એક્ટિવા 6જી લોન્ચ કરી છે. તેની નવી દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થશે. હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે નવું સ્કૂટર ગ્રાહકોને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મળવાનું શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા એક્ટિવા 6જીની સાથે હોંડાએ નવા ફીચર્સ અને નવી ટેક્નોલોજી સાથે રજૂ કર્યું છે. એક્ટિવા 125 સ્કૂટર પહેલું બીએસ-6વાળું મોડલ હતું, જેને કંપનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એક એપ્રિલ 2020થી ભારતમાં બીએસ-6 માપદંડ લાગૂ થવા જઇ રહ્યા છે. 


ગુલેરિયાએ કહ્યું કે આજે અમે ગેમ ચેંજિંગ બીએસ-6 એક્ટિવા 6જી લોન્ચ કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ સ્કૂટર અમારા તમામ ડીલરશીપ પર જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. 


એક્ટિવા 6જીમાં એચઇટી (હોંડા ટેક્નોલોજી) એન્જીન, એન્હાંસ્ડ સ્માર્ટ પાવર (ઇએસપી) ટેક્નોલોજી અને એક સ્મૂથ ઇકો-ફ્રેંડલી એન્જીન જેવા નવા ફીચર્સ છે. કંપનીના અધ્યક્ષ અને સીઇઓ મિનોરૂ કાતોએ કહ્યું કે નવા નિયમ લાગૂ થતાં પહેલાં જ ભારતમાં પહેલી એવી કંપની છે જેણે બીએસ-6 વાળા એક્ટિવા 125 અને એસપી 125નું વેચાણ મોટાપાયે શરૂ કર્યું છે. 


તેમણે જણાવ્યું કે કંપની એક્ટિવા 125 અને એસપી 125નું અત્યાર સુધી 75,000 એકમોનું વેચાણ કર્યું છે. આજે અમે નવા બીએસ-6 એક્ટિવા 6જી લોન્ચ કરી રહ્યા છીએ અને આ નવી ક્રાંતિ લઇને આવશે અને ભારતમાં અમારા બિઝનેસને વધારવામાં મદદ કરશે.