BSNL Plan: બીએસએનએલ પોતાના સસ્તા પ્લાન માટે જાણીતું છે. જો તમે પણ ભારત સંચાર નિગમ લિમિટેડના ગ્રાહક છો તો તમારા માટે ઘણા વાર્ષિક પ્લાન છે, જેનાથી તમને દર મહિને રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. બીએસએનએલનો 1999 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં 12 મહિનાની વેલિડિટી મળે છે. વાર્ષિક પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ફ્રી ડેટા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL નો 1999 રૂપિયાવાળો પ્લાન
BSNL ના 1999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. એટલે કે તમારો પ્લાન 12 મહિના સુધી ચાલશે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા મળશે. આ પ્લાન તે યૂઝર્સ માટે ફાયદાકારક છે, જેને દરરોજ વધુ ડેટાની જરૂર પડે છે. 


આ પણ વાંચોઃ દર મહિને 231 રૂપિયાનો ખર્ચ, 504GB ડેટા, કોલિંગ સાથે મળશે 336 દિવસની વેલિડિટી


દર મહિને આવશે આટલો ખર્ચ
જો તમે દર મહિને મળતા ફાયદાને જુઓ તો 30 દિવસવાળા રિચાર્જ પ્લાનની તુલનામાં આ પ્લાન ખુબ સસ્તો છે. જો આ પ્લાનના દર મહિનાના રિચાર્જ ખર્ચની વાત કરીઓ તો માત્ર 166 રૂપિયા છે. બીએસએનએલના આ પ્લાનના દર મહિને આવતા ખર્ચની વાત કરીએ તો તમારે માત્ર 166 રૂપિયાનો ખર્ચ થશે. આ પ્લાનમાં તમારે એક વર્ષ સુધી ડેટા અને કોલિંગની ચિંતા રહેશે નહીં. સાથે મંથલી પ્લાન કરતા સસ્તો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube