નવી દિલ્હી: Jio GigaFiber ભારતીય બજારમાં આવવાના સમાચાર સાથે જ બ્રોડબેંડ બજારમાં હલચલ શરૂ થઇ ગઇ છે. કંપનીઓ અત્યારથી પોતાના પ્લાન્સને સસ્તા કરી રહી છે અથવા નવા પ્લાન્સ અને બેનિફિટ્સ ઓફર કરી રહી છે. આ કડીમાં BSNL એ નવી ફાઇબર નેટવર્ક બ્રોડબેંડ સેવા Bharat Fiber ના પ્લાન્સ રિવાઇસ કર્યા છે. BSNL એ તાજેતરમાં જ બે પ્લાન્સ રિવાઇસ કર્યા છે અને બંને પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM


પહેલાં પ્લાનની કિંમત Rs 777 છે. અત્યાર સુધી આ પ્લાનમાં 500GB પ્રતિ મહિનાની ઓફર આપવામાં આવી રહી છે. રિવીઝન બાદ હવે આ પ્લાનમાં 600GB ડેટા પ્રતિ મહિને આપવામાં આવશે. તેને માસિક રેંટલને હવે વધીને Rs 849 પ્રતિ મહિને કરી દીધો છે. આ સાથે જ તેમાં 50Mbps ની સ્પીડ મળશે, પરંતુ ડેટા સીમા પુરી થયા બાદ ઓછી થઇને 2Mbps થઇ જશે. તેમાં સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ અનલિમિટેડ કોલિંગ પણ મળી રહી છે. 

ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર, એડ જોવાના મળશે પૈસા


બીજા પ્લાનમાં અત્યાર સુધી 50GB ડેટા પ્રતિ મહિને આપવામાં આવી રહ્યો હતો. રિવીઝન બાદ, આ પ્લાનમાં 55GB ડેટા પ્રતિ મહિને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં 100Mbps ની ડેટા સ્પીડ આપવામાં આવી રહી છે. ડેટા મર્યાદા ખતમ થયા બાદ, સ પીડ ઓછી થઇને 4Mbps થઇ જશે. આ પ્લાનની કિંમત Rs 3,999 થી વધીને Rs 4,499 કરી દીધો છે. તેમાં સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવી રહી છે.