ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર, એડ જોવાના મળશે પૈસા

200 કરોડ યૂઝરવાળા બ્રાઉઝર ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર લોન્ચ થઇ ગયું છે. ઇન્ટરનેટ બ્રાઉઝિંગની દુનિયામાં લોન્ચ થયેલા બ્રાઉઝરની ખાસ વાત છે કે આ થર્ડ પાર્ટી એડ્સ અને કૂકીઝને ઓટોમેટિક બ્લોક કરી દે છે. બ્રાઉઝર યૂઝને એડ (જાહેરાત) જોવાનો ઓપ્શન પણ આપે છે. સાથે જ યૂઝ આ બ્રાઉઝર પર ઉપલબ્ધ એડ્સને ક્લિક કરે છે તો તેને આ પૈસા પણ આપશે. 
ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર, એડ જોવાના મળશે પૈસા

નવી દિલ્હી: 200 કરોડ યૂઝરવાળા બ્રાઉઝર ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર લોન્ચ થઇ ગયું છે. ઇન્ટરનેટ બ્રાઉઝિંગની દુનિયામાં લોન્ચ થયેલા બ્રાઉઝરની ખાસ વાત છે કે આ થર્ડ પાર્ટી એડ્સ અને કૂકીઝને ઓટોમેટિક બ્લોક કરી દે છે. બ્રાઉઝર યૂઝને એડ (જાહેરાત) જોવાનો ઓપ્શન પણ આપે છે. સાથે જ યૂઝ આ બ્રાઉઝર પર ઉપલબ્ધ એડ્સને ક્લિક કરે છે તો તેને આ પૈસા પણ આપશે. 

બ્રેવ બાઉઝર એડવર્ટાઇઝિંગના નવા મોડલને લઇને તૈયાર છે અને તેનો દાવો છે કે તે એડ જોનાર યૂઝર્સને રેવેન્યૂનો 70 ટકા ભાગ આપશે. બચેલા 30 ટકા બ્રાઉઝરના ડેવલોપર્સના ભાગમાં જશે. બ્રાઉઝરના આ નવા એડવર્ટાઇઝિંગ મોડલમાં ભાગ લેનાર યૂજર્સને કંપની આ વર્ષે 60 થી 70 ડોલર સુધી ચૂકવણી કરશે. તો 2020માં આ 224 ડોલર સુધી થવાની સંભાવના છે. તાજેતરમાં જ કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે 'બ્રેવ એડ્સ દ્વારા અમે ઓનલાઇન એડવર્ટાઇઝિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી રહ્યા છીએ જે આક્રમક થવાની સાથે જ બેકાર થઇ ગયું હતું. 

બ્રેવ એક ઓપન સોર્સ ક્રોમિયમ બેસ્ડ બ્રાઉઝર છે જેને સ્પીડ, સિક્યોર બ્રાઉજિંગ અને ક્વિક નેવિગેશનના મામલે ગૂગલ ક્રોમને માત આપી છે. પોતાની સર્વિસના લીધે બ્રેવ મોજિલ્લા ફાયરબોક્સ બાદ સૌથી બેસ્ટ બ્રાઉઝર બની ગયું છે. આ યાદીમાં એપલ સફારી ત્રીજા નંબરે અને ગૂગલ ક્રોમ ચોથા ક્રમ પર છે. લિસ્ટને toptenreviews.com રીવ્યૂઇંગ પોર્ટે જાહેર કર્યું છે. 

બ્રેવને સૌથી પહેલાં વર્ષ 2018માં આઇઓએસ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે હવે આ એંડ્રોઇડની સાથે જ મેકઓએસ, વિંડોઝ અને  Linux પર પણ ઉપલબ્ધ છે. બ્રેવની વેબસાઇટ અનુસાર આ બ્રાઉઝર ક્રોમની તુલનામાં ડેસ્કટોપ પર બમણું અને મોબાઇલ પર આઠ ગણી ઝડપથી કામ કરે છે. બ્રેવ બાઉઝર ખાસ વાત એ છે કે તેનું સર્વર યૂઝર્સના બ્રાઉઝિંગ ડેટાને જોતા નથી કે સ્ટોર કરતા નથી. સાથે જ આ યૂઝર્સને પ્રિવેસી સેટિંગ કસ્ટમાઇઝ કરવનો ઓપ્શન પણ આપે છે જે ક્રોમ પર ઉપલબ્ધ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news