આ કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 199 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS નો લાભ
દેશની સરકારી ટેલીકોમ કંપની સસ્તી કિંમતે પોતાના યૂઝર્સને અનેક પ્લાન ઉપલબ્ધ કરાવે છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે. તમે પણ જાણો બીએસએનએલના સસ્તા પ્લાનની વિગત...
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સ માટે એક બાદ એક દમદાર સસ્તા પ્લાન લાવી રહ્યું છે. બીએસએનએલના પોર્ટફોલિયોમાં ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન હાજર છે, જે રિલાયન્સ જિયો, વોડાફોન અને એરટેલની પાસે નથી. બીએસએનએલ ઘણા એવા પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેમાં યૂઝર્સને ઓછી કિંમતમાં વધુ ફાયદા મળે છે. બીએસએનએલના આ પ્લાનમાં ગ્રાહકોને ડેલી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સર્વિસ મળે છે. તો આવો જાણીએ આ પ્લાન વિશે....
બીએસએનએલ રિચાર્જ પ્લાન 199
બીએસએનએલ કંપનીનો 200 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય બીએસએનએલ યૂઝર્સને ઈન્ટરનેટ ઉપયોગ કરવા માટે દરરોજ 2જીબી ડેટા મળે છે. જોવામાં આવે તો ડેલી ડેટા ઓછો નથી. આ સિવાય 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. હવે કોલિંગની વાત કરીએ તો યૂઝર્સને દરેક નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. જો તમે પણ બીએસએનએલના ગ્રાહક છો તો 30 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનની પસંદગી કરી શકો છો.
આ પણ વાંચોઃ VI ના પૈસા વસૂલ Data Plans! 17 રૂપિયાથી શરૂ, મળશે 6GB ડેટા
જિયોનો 199 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 199 રૂપિયાનો પ્લાન 23 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સાથે દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube