BSNL 3 Rupees Offer: મોટાભાગે લોકો BSNL સિમનો ઉપયોગ સેકંડરી સિમના રૂપમાં કરે છે. કેમ કે BSNL પાસે હજુ 4જી સેવા નથી. જો તમે પણ બે સિમનો ઉપયોગ કરો છો અને પોતાનું બીજું સિમ એક્ટિવ રાખવા માગો છો તો આજે અમે તમને BSNLના કેટલાં એવા સસ્તા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ. BSNL તમને શાનદાર સુવિધાઓ અને લાભની સાથે અનેક પ્રિપેડ પ્લાન આપે છે. તે સિવાય BSNL એવા કેટલાંક પ્લાન પણ આપી રહ્યું છે જે બીજી ટેલિકોમ કંપનીઓ આપતી નથી. તો અમે તમને આવા પ્રિપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

107 પ્રિપેડ પ્લાન:
BSNL તમને 107 રૂપિયામાં પ્રિપેડ પ્લાન આપે છે. જે 40 દિવસ સુધી ચાલશે. BSNLના પ્લાનમાં તમને 3 GB ડેટાની સાથે 200 મિનિટ કોલિંગની પણ સુવિધા આપે છે. BSNL ટ્યૂન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનના રોજના ખર્ચની વાત કરીએ તો તે 2.67 રૂપિયા આવશે.


આ પણ વાંચો:


UIDAI:પહેલાંથી વધારે સુરક્ષિત થયું તમારું આધાર કાર્ડ, કોઈ મિસયૂઝ કરે તો મળશે માહિતી


મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય


UPIનો આડેધડ કરો છો ઉપયોગ ? તો ફ્રોડથી બચવા આટલી વાત રાખો ધ્યાનમાં


197 પ્રિપેડ પ્લાન:
BSNLનો આ બેસ્ટ પ્રિપેડ પ્લાન માત્ર 197 રૂપિયાનો છે. અને તેનો સમય 84 દિવસનો છે. આ પ્રિપેડ પ્લાનમાં તમે 2 GB ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો. જેમાં 40 કેબીપીએસની પર અનલિમિટેડ ઉપયોગ થાય છે. સાથે જ 18 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. તમને રોજના 100 SMS પણ મળશે. BSNL આ પ્લાનની કિંમત 2.34 રૂપિયા હશે.


397 પ્રિપેડ પ્લાન:
180 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનને BSNLએ 397માં ઉપલબ્ધ કરાવે છે. આ પ્રિપેડ પ્લાનમાં તમને દરરોજ 2 GB ડેટાની સુવિધા મળશે. જો તમારો 2 GB ડેટા પૂરો થઈ જાય તો તેમાં તમારે 4 કેબીપીએસની સ્પીડ આવશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMS મળશે. BSNLની આ ઓફરની કિંમત 2.20 રૂપિયા પ્રતિ દિવસ હશે.


1198 પ્રિપેડ પ્લાન:
BSNLનો શાનદાર પ્લાન તમને 365 દિવસની વેલિડિટી પ્રદાન કરે છે. તેમાં તમને દર મહિને 3 GB ડેટાની સાથે 30 SMS પ્રતિ મહિનાની સુવિધા મળશે. તેમાં તમે કોઈપણ નેટ વોઈસ કોલની 300 મિનિટ કરી શકે છે. તેની રોજની કિંમત 3.28 રૂપિયા છે.