UIDAI:પહેલાંથી વધારે સુરક્ષિત થયું તમારું આધાર કાર્ડ, કોઈ મિસયૂઝ કરશે તો તેની માહિતી મળી જશે તાત્કાલિક
Aadhar Based Fingerprint:આધાર વેરિફિકેશનને વધારે સુરક્ષિત બનાવવા માટે નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. જો હવે તમે આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ કરે છે તો તમને તેના વિશે તાત્કાલિક માહિતી મળી જશે.
Trending Photos
Aadhar Based Fingerprint: તમે અવારનવાર આધાર કાર્ડ સાથે જોડાયેલ ફ્રોડના સમાચાર સાંભળ્યા હશે. પરંતુ UIDAI તરફથી ફિગરપ્રિન્ટ બેસ્ડ આધાર વેરિફિકેશન શરૂ કર્યુ છે. આ આધાર વેરિફિકેશનને વધારે સુરક્ષિત બનાવવા માટે નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. જો હવે તમે આધાર કાર્ડનો કોઈ દુરુપયોગ કરે છે તો તમને તેના વિશે તાત્કાલિક માહિતી મળી જશે.
આ પણ વાંચો:
મિકેનિઝમ બેસ્ડ પેમેન્ટ સિસ્ટમ મજબૂત થશે:
સંપૂર્ણ રીતે સિસ્ટમમાં આવી ચૂકેલ આ મિકેનિઝમ બેસ્ડ પેમેન્ટ સિસ્ટમને મજબૂત કરશે. સાથે જ ગુનાહિત તત્વો તરફથી આધારના મિસયૂઝના પ્રયાસો પર લગામ લાગશે. તેમાં બેકિંગ અને નાણાંકીય, દૂરસંચાર અને સરકારી ક્ષેત્રોમાં વધારે ઉપયોગ થવાની સંભાવના છે. AI અને મશીન લર્નિંગ બેસ્ડ સિક્યોરિટી સિસ્ટમમાં નોંધાયેલ ફિંગરપ્રિન્ટના વેરિફિકેશન માટે થમ્બનો વિગતવાર રિપોર્ટ અને આંગળીની તસ્વીરના મેલનો ઉપયોગ કરી રહ્યું છે.
UIDAI તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટ્રોંગ ફિંગરપ્રિન્ટ બેસ્ડ આધાર વેરિફિકેશન માટે નવી સિક્યોરિટી સિસ્ટમની જાહેરાત કરતાં કહ્યું કે તેનાથી આધાર વેરિફિકેશન વધારે મજબૂત અને સુરક્ષિત થઈ જશે. બે તબક્કાવાળા નવી વેરિફિકેશન સિસ્ટમની વાસ્તવિકતાને પ્રમાણિત કરવા માટે તપાસ વધારવામાં આવી રહી છે. જેનાથી છેતરપિંડીની આશંકા ઓછી થઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે