How To Order BSNL 4G SIM Online: સરકારી ટેલિકોમ કંપની BSNL જલ્દી જ પોતાના નવા 4G ટાવરની સાથે Jio અને Airtel ને મોટી ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. BSNL એ આખરે પોતાના નવા 4G ટાવરની સાથે જૂરરી અપગ્રેડ કરી લીધું છે, અને હવે તે 5G સર્વિસ શરૂ કરવાનુ પ્લાનિંગ બનાવી રહી છે. આ માટે અમે તમને એક ગાઈડલાઈન તૈયાર કરી છે. તમે માત્ર 10 મિનિટમાં ઓનલાઈન BSNL નું 4G સીમ ઓર્ડર કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL તરફ વળી રહ્યાં છે લોકો
15 સપ્ટેમ્બર, 2000 ના રોજ સ્થાપિત BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ એક સરકારી ટેલિકોમ કંપની છે. હાલમાં જ Jio અને Airtel જેવા મોબાઈલ નેટવર્કના અનેક ગ્રાહકો BSNL તરફ પલાયન કરી રહ્યાં છે. કારણ કે, સરકારી ટેલિકોમ કંપની અન્ય કંપનીઓની સરખામણીમાં પોતાના પ્લાનમાં કોઈ વધારો નથી કરી રહી. 


BSNL 4G Towers થયા ઈન્સ્ટોલ
BSNL એ આખરે સમગ્ર દેશમાં 15,000 નવા 4G ટાવર લગાવીને પોતાની તેજ સ્પીડવાળી  4G સેવા શરૂ કરી દીધી છે. અનેક ખબરો અનુસાર, આ સરકારી ટેલિકોમ કંપની માટે એક મોટી ઉપલબ્ધિ છે, કારણ કે અત્યાર સુધી તે સમગ્ર દેશમાં તેજ ઈન્ટરનેટ આપી શકે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ઓક્ટોબરના અંત સુધીમાં લગભગ 80000 ટાવર લગાવી દેવામાં આવશે. અને બાકીના  21,000 માર્ચ 2025 સુધી લગાવી દેવાશે. જેનાથી વર્ષ 2025 સુધી કુલ એક લાખ 4G નેટવર્ક ટાવર બની જશે. ખબરોના અનુસાર, કંપની 4G ટાવર પૂરા થયા બાદ પોતાના ગ્રાહકોને 5G સેવાઓ પણ આપવાની તૈયારી કરી રહી છે. 


રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસો


ટેલિકોમ વેબસાઈટ અનુસાર, BSNL એ Prune નામની કંપની સાથે મળીને સિમ કાર્ડ ઘરે પહોંચાડવાનું પણ શરૂ કર્યું છે. પહેલા અન્ય મોબાઈલ કંપનીઓ આવું કરતી હતી, પરંતુ હવે BSNLએ પણ આ સુવિધા શરૂ કરી છે.


BSNL 4G SIM Online: A Step-By-Step Guide


- સારું ઈન્ટરનેટ કનેક્શનઃ તમારા ફોન કે લેપટોપ પર ઈન્ટરનેટ યોગ્ય રીતે કામ કરી રહ્યું હોય તે મહત્વનું છે.
- વેબસાઇટ ખોલો: હવે તમારા ફોન અથવા લેપટોપના બ્રાઉઝર પર જાઓ અને આ વેબસાઇટ ખોલો: https://prune.co.in/
- સિમ કાર્ડ ખરીદોઃ વેબસાઈટ ઓપન કર્યા બાદ બાય સિમ કાર્ડ વિકલ્પ પસંદ કરો.
- દેશ અને નેટવર્ક પસંદ કરો: પછી "દેશ" માં ભારત પસંદ કરો અને "નેટવર્ક ઓપરેટર" માં BSNL પસંદ કરો.
- પ્લાન પસંદ કરો: હવે જમણી બાજુએ બતાવેલ વિકલ્પોમાંથી તમારી પસંદગીનો FRC પ્લાન પસંદ કરો.
- તમારી વિગતો ભરો: તમારું પૂરું નામ, મોબાઈલ નંબર, OTP (જે તમારા મોબાઈલ પર આવશે), ઈમેલ એડ્રેસ અને ડિલિવરી એડ્રેસ ભરો.