નવી દિલ્હી : જાણીતી ટેલિકોમ કંપની BSNL દ્વારા ગણેશોત્સવ દરમિયાન એક જોરદાર યોજના લોન્ચ કરવામાં આવી છે. બીએસએનએલે ગણેશ ચતુર્થીના અવસરે પોતાના ગ્રાહકોને ફ્રીમાં 2.2જીબી એડિશનલ ડેટા આપવાની ઘોષણા કરી છે. બીએસએનએલના આ પ્રિપેઇડ ઑફરની શરૂઆત 16 સપ્ટેમ્બરથી થઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે જે ગ્રાહકોએ 186,429,485,666 અને 999 રૂપિયાનું રિટાર્જ કરાવ્યું છે અથવા તો તેમના નંબર પર આ પ્લાન એક્ટિવ છે. તેમને 60 દિવસ સુધી 2.2 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે. તેવામાં 187,333,349,444,448 રૂપિયાનો પ્લાન લેનારા ગ્રાહકોને 60 દિવસ સુધી દરરોજ 2.2 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે.


બીએસએનએલે તાજેતરમાં જ પોતાના 7 પ્લાન અપડેટ કર્યા છે. અપડેટ થનારા પ્લાનમાં 14, 40, 58, 78, 82, અને 85 રૂપિયાનો પ્લાન સામેલ છે. આ સિવાય કંપનીએ 155 રૂપિયાવાળા પ્લાનને પણ અપડેટ કર્યો છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...