BSNLએ લોન્ચ કર્યો શાનાદર બ્રોડબેન્ડ પ્લાન, દરરોજ મળશે 33જીબી ડેટા
ભારત ફાઇબર સર્વિસ અંતર્ગત બીએસએનએલે હાલમાં 1999 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝરોને દરરોજ 33જીબી ડેટા મળે છે. આ પ્લેનમાં સ્પીડ 100Mbps છે.
નવી દિલ્હીઃ પાંચ સપ્ટેમ્બરે રિયાલન્ય જીયો (Reliance Jio)એ ગીગા ફાઇબર સર્વિસની શરૂઆત કરી છે. જિયો ગીગાફાઇબરનો રેન્ટલ પ્લાન 699 રૂપિયાથી લઈને 8499 રૂપિયાની રેન્જમાં છે. 699 રૂપિયાવાળી શરૂઆતી પ્લાનમાં 100Mbpsની સ્પીડ મળશે. પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ભારત ફાઇબર સર્વિસને લોન્ચ કરી હતી.
ભારત ફાઇબર સર્વિસ અંતર્ગત BSNLએ હાલમાં 1999 રૂપિયાનો પ્લાન લોન્ચ ક્રોય છે, જેમાં યૂઝરને દરરોજ 33GB ડેટા મળે છે. આ પ્લાનની સ્પીડ 100Mbps છે. આમ તો ભારત ફાઇબર સર્વિસ પ્લાનની શરૂઆત 777 રૂપિયાથી થાય છે, જેમાં 50Mbpsની સ્પીડ મળે છે. કુલ ડેટા 500GB મળે છે. ડેટા લિમિટ પૂરી થવા પર સ્પીડ ઘટાડીને 2Mbps પર પહોંચી જાય છે. 849 રૂપિયાના પ્લાનમાં 600 જીબી ડેટા મળે છે, જેની સ્પીડ 50Mbps હોય છે.
1277 રૂપિયાના રિચાર્ઝથી ઇન્ટરનેટ સ્પીડ 100Mbpsની મળે છે. આ પ્લાનમાં યૂઝરને કુલ 750 જીબી ડેટા મળે છે. 2499 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર દરરોજ 400જીબી ડેટા મળે છે. જો 4499 અને 5999 રૂપિયાથી રિચાર્જ કરાવો તો તો યૂઝરને દરરોજ 100Mbpsની સ્પીડથી 55જીબી અને 80જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ સમાપ્ત થવા પર સ્પીડ ઘટીને 88Mbps થઈ જાય છે.