નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 80 દિવસની વેલિડિટીવાળો વધુ એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 399 રૂપિયા છે. આ પ્લાનમાં 250 રૂપિયાનું દરરોજ કોલિંગ મળી રહ્યું છે. સાથે જ દરરોજ 1GB ડેટા સાથે 100 SMS પણ કરી શકશો. આ નવો પ્લાન 15 ઓગસ્ટથી શરૂ શઇ જશે. લિમિટ ખતમ થયા બાદ યૂઝર્સને 1 રૂપિયો પ્રતિ મિનિટ લોકલ કોલ માટે ચૂકવવા પડશે. જ્યારે લેન્ડલાઇન અને એસટીડી માટે યૂઝર્સને 1.30 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL બે જૂના પ્લાન બંધ પણ કરશે
નવા પ્લાન ઉપરાંત BSNL પોતના 399 રૂપિયા 1,699 રૂપિયાવાળા બે જૂના પ્લાનને બંધ પણ કરશે. 15 ઓગસ્ટથી બંને પ્લાન બંધ થઇ જશે, તેની જગ્યાએ 399 રૂપિયાવાળો નવો પ્લાન એક્ટિવેટ થઇ જશે. તમને જણાવી દઇએ કે BSNL નો નવો પ્લાન હાલ ચેન્નઇ અને તમિલનાડુ સર્કલમાં ઉપલબ્ધ છે અને તો બીજી તરફ જે પ્લાન બંધ થયો છે તે પણ તે બે સર્કલના છે. 


તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં BSNLએ ચેન્નઇ સર્કલમાં 147 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે જેના હેઠળ ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાન સાથે ગ્રાહકોને કુલ 10 જીબી ડેટા પણ મળશે. આ નવા પ્લાન ઉપરાંત કંપનીએ 247 રૂપિયાના પ્લાનને અપડેટ કર્યો છે ત્યારબાદ તેની વેલિડિટી 36 દિવસની કરવામાં આવી છે. આ પહેલાં તેની વેલિડિટી 30 દિવસની હતી. તો બીજી તરફ 1,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિતી 349 દિવસની કરવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube