ઓફર! 90 દિવસની વેલિડિટી અને Jio થી 2.5 ગણો ડેટા આપી રહી છે આ કંપની
રિલાયન્સ જીયોએ હાલમાં બીએસએનએલ (BSNL) ના 90 દિવસની વેલિડિટીવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) ને ટક્કર આપવા માટે પોતાનો ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. પરંતુ બન્નેની કિંમતમાં આશરે 100 રૂપિયાનું અંતર છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો (Reliance Jio) એ ગાલમાં પોતાના ગ્રાહકોના ઇન્ટરનેટ યૂઝને જોતા ડેલી ડેટા લિમિટ (Daily Data Limit) ને હટાવવાનો નિર્ણય લીધો છે, અને કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં સૌથી ખાસ પ્લાન 597 રૂપિયાનો છે જે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે.
કેટલાક નિષ્ણાંતો તેને જીયોનો માસ્ટરસ્ટ્રોક પ્લાન પણ કહી રહ્યાં છે કારણ કે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 499 રૂપિયાવાળા પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં ઉતાર્યો છે. બન્ને કંપની પોતાના પ્લાનની સાથે 90 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. પરંતુ તમે ધ્યાન આપો તો કિંમતમાં આશરે 100 રૂપિયાનું અંતર છે. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે ઈ કંપનીનો પ્લાન સારો છે? આવો જાણીએ તેનો જવાબ...
આ પણ વાંચોઃ વિચિત્ર કિસ્સો, અમદાવાદનો યુવક વાત કરતા કરતા જતો રહ્યો 30 વર્ષ પાછળ! તમારી સાથે પણ થઈ શકે છે આવું
Jio નો 597 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીયોના 90 દિવસવાળા પ્રીપેડ પ્લાન (Prepaid Recharge Plan) ની કિંમત 597 રૂપિયા છે. કંપનીએ હાલમાં તેને લોન્ચ કર્યો છે. તે નો ડેલી ડેટા લિમિટની સાથે આવે છે. એટલે કે આ પ્લાન એક્ટિવ કરાવવા પર તમને મળનાર 75જીબી ઇન્ટરનેટ ઈચ્છો તો એક સાથે ઉપયોગ કરી શકો છો. આ સિવાય જીયો પોતાના ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS અને Jio Apps નું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે.
BSNL નો 499 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
બીએસએનએલે 90 દિવસવાળા પ્લાનની કિંમત 499 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 180GB મળી જાય છે. પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય બીએસએનએલ ટ્યુન અને જિંગ જેવી ફ્રી સર્વિર ફ્રી આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Jio: માત્ર 1 રૂપિયોમાં વધારો 28 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા અને ફ્રી કોલિંગ
તમારા માટે ક્યો પ્લાન ફાયદાકારક
બીએસએનએલનો પ્લાન આશરે 100 રૂપિયા સુધી સસ્તો છે અને આશરે 105GB ડેટા વધુ મળે છે. તેવામાં જમને ડેલી ડેટા લિમિટથી પરેશાની નથી તો તમે કંઈ વિચાર્યા વગર બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવી શકો છો. પરંતુ જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છો તો તમને દરરોજ મળનાર ડેટા દિવસ પૂરો થવા સુધી ઓછો પડી જાય તો તમે જીયોના પ્લાનને એક્ટિવેટ કરાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube