WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

દેશ અને દુનિયાભરમાં WhatsApp ના કરોડો યુઝર્સ છે. આજે એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ, ફોટો, વીડિયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ મોકલવા માટે વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં જ વોટ્સએપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમે પણ અચંભામાં મુકાઈ જશો.

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

ગૌરવ તંવર, અમદાવાદઃ  દેશ અને દુનિયાભરમાં WhatsApp ના કરોડો યુઝર્સ છે. આજે એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ, ફોટો, વીડિયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ મોકલવા માટે વોટ્સએપનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારે ટેક્નિકલ ખેલ તમને એવા ચકરે ચડાવશે કે તમે પણ વિચારતા થઈ જશો.

હાલમાં જ અમદાવાદમાં વોટ્સએપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જાણીને તમે પણ અચંભામાં મુકાઈ જશો. આ ઘટના અમદાવાદના એક વોટ્સએપ યુઝર્સ સાથે બની છે. જેને જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ રહ્યાં છે. વોટ્સએપ ક્યારે ભૂતકાળમાં જઈ શકે? શું આવુ કંઈક થઈ શકે ખરું? શું વોટ્સએપ આપમેળે 30 વર્ષ પાછળ જઈ શકે. આ વાત જાણીને તમને પણ ચોક્કસથી આવા જ સવાલ થશે જ્યારે તમે વોટ્સએપનો એક અજીબ કિસ્સો જાણશો. આજ દિન સુધી તમે ક્યારે આવું નહીં જોયું હોય કે નહીં સાંભળ્યું હોય. 
 

No description available.

આજના એક ટેક્નોલોજી પ્રિય યુવાન સાથે કંઈક એવું થયું કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ શકે છે. આવી ઘટના બની છે અમદાવાદમાં રહેતાં ગૌરવ નામના એક વોટ્સએપ યુઝર સાથે. વિચારો તમે વર્તમાન સમયમાં ચેટિંગ કરતા હોય અને અચાનક તમે 30 વર્ષ પાછળ જતા રહો તો. આવું જ કંઈક બન્યું અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ગૌરવ નામના યુવક સાથે.

No description available.

શું 30 વર્ષ પાછળ જઈ શકે છે વોટ્સએપ?
અમદાવાદનો એક યુવક પોતાના પરિવારજન સાથે વોટ્સએપ પર ચેટ કરી રહ્યો. પરંતુ ચેટ કરતા કરતા અચાનક વોટ્સએપ 1991માં પહોંચી ગયું. તમને વિચાર આવતો હશે કે આવું કેમ થઈ શકે. જેણે આ મેસેજ જોયો એ સૌ કોઈ વિચારમાં પડી ગયા. પહેલાં તો કોઈને આ વાત નો વિશ્વાસ ન થયો. પણ જ્યારે એ યુવાને આ અંગેના પુરતા પુરાવા દર્શાવ્યાં ત્યારે આઈટી અને સોશલ મીડિયાના નિષ્ણાતો પણ ગોથે ચઢી ગયાં. 2021માં ચેટ કરતા કરતા વોટ્સએપ પહોંચી ગયું 1991ના વર્ષમાં અને 10 મીનિટ સુધી યુવકે ભૂતકાળમાં જ ચેટિંગ કર્યું! શું આવુ કંઈક થઈ શકે ખરું?? કે તમે વોટ્સએપમાં વાત કરતા કરતા 30 વર્ષ પાછળ જતા રહો તો!!!! હાં આ વાત સાચી છે. આ વસ્તુ થઈ શકે, પણ કંઈ રીતે થઈ આ વસ્તુ? મિત્રો તમે ટાઈમ ટ્રાવેલ્સની સ્ટોરીઓ તો ઘણી વાંચી અને જોઈ હશે. ઈન્ટરનેટ પર આવી ઘણી સ્ટોરીઓ આવતી હોય છે.

No description available.

વોટ્સએપમાં આપણે બધા ઘણી વાતો કરીએ છીએ. જ્યારે પણ વોટ્સએપમાં વાત કરીએ ત્યારે જે સમયે વાત કરી હોય એ સમય અને એ જ દિવસની તારીખ આપણને વોટ્સએપ બતાવે છે. પરંતુ ક્યારેક તમારી સાથે આવુ કંઈક થયુ છે કે તમે હાલ જેની સાથે વાત કરો છો તે સમય, તારીખ અને તે વર્ષ પોતાની જાતે જ બદલાઈ જાય. આવુ ના જોયુ હોય તો આ ફોટો જૂઓ. જેમાં સમય, તારીખ અને વર્ષ 10 મીનીટ માટે 30 વર્ષ પાછળ જતુ રહ્યુ. જે શક્ય જ નથી. જૂઓ આ ફોટાને આ કોઈ ફોટોશોપથી એડીટ નથી કર્યુ.

તમે પણ આ ફોટો જોઈને હૈરાન થઈ ગયા કે આ વસ્તુ કઈ રીતે થઈ. અમે પણ જ્યારે આ જોયુ તો અમે પણ વિચારતા રહી ગયા. વોટ્સએપમાં વાત વર્ષ 2021માં કરતા કરતા એકદમ વર્ષ 1991 થઈ ગયુ અને જોવાની વાત એ પણ છે કે સમય પણ બદલાઈ ગયો અને જોવા જેવુ એ પણ છે કે વોટ્સએપ માર્કેટમાં વર્ષ 2009માં આવ્યું હતું. આ વસ્તુ એક સવાલ ઉભો કરે છે કે આ વસ્તુ કઈ રીતે થકે?

WhatsApp માં કેવી રીતે બદલાઈ જાય છે સમય, તારીખ અને વર્ષ?
આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ વોટ્સએપ જેવી એપ્લીકેશનથી દરેક અપડેટ મેળવતો હોય છે. પછી તે સમાચાર હોય કે પરિવારજનોના ખબર અંતર કે પછી કોઈને શુભકામના આપવી હોય દરેક બાબતમાં વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એક ક્ષણમાં તમને 2021થી વર્ષ 1991માં પહોંચાડી દે તો કિસ્સો ખરેખર વિચારવા લાયક છે. આવું કેવી રીતે થઈ શકે તે તપાસનો વિષય છે. કોઈ ટેક્નિકલ ખામીથી કદાચ આવું બન્યુ હશે એવું દરેકનું અનુમાન છે.

વોટ્સએપ (Whatsapp) એટલે શું?
Whatsapp એ એક એપ્લિકેશન છે. લોકો તેનો ઉપયોગ એકબીજાની પૂછપરછ માટે કરે છે. તે સાથે, અમને મફત, સંદેશ, ફાઇલ, વિડિઓ, ફોટો, વિડિઓ કોલિંગ,વોઇસ કોલિંગની સુવિધા આપે છે. જેથી તે લોકોના જીવનનો અભિનન્ન અંગ બની ગયું છે. આ એપ્લિકેશન મોબાઈલથી ચાલે છે. પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી તમે કોમ્પ્યુટર પર પણ ઉપયોગ કરી શકો છો.

વોટ્સએપ (Whatsapp)નો ઇતિહાસઃ
વોટ્સએપની શરૂઆત વર્ષ 2009માં બે મિત્રો Brian acton અને Jan koum દ્વારા કરવામાં આવી હતી. આ એપને પ્રથમ એપ સ્ટોરમાં આઇફોન માટે લોન્ચ કરવામાં આવી હતી. પછીથી તે એન્ડ્રોઇડ માટે 2010માં લોન્ચ કરવામાં આવી હતી. જેથી વોટ્સએપ સૌથી ઝડપી લોકપ્રિય એપ્લીકેશન બની અને અત્યાર સુધીમાં એપ્લિકેશન અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેથી વર્ષ 2014માં ફેસબુક તેના માલિકો પાસેથી 19 બિલિયન ખરીદી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news