નવી દિલ્હી: જો તમે બે સિમ યુઝ કરો છો અને તેમાં એક સિમ માત્ર ફોન રિસીવ કરવા માટે એક્ટિવ રાખવા માંગો છો તો તમે તેના રિચાર્જ પાછળ વધારે ખર્ચ કરવા ઇચ્છતા નહીં હોવ. એવામાં અમે તમારા માટે એક એવો પ્લાન લઇ આવ્યા છે. જેમાં માત્ર 228 રૂપિયાના રિચાર્ચમાં તમારું સિમકાર્ડમાં આખું વર્ષ રિચાર્જ રહેશે. આ પ્લાન છે બીએસએનએલનો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL એ 19 રૂપિયાના કિંમતનો પ્લાન લોન્ચ કર્યો છે. 19 રૂપિયાના રિચાર્જમાં 30 દિવસની વેલિડિટી મળશે. એવામાં જો તમે તમારા સિમકાર્ડને 12 મહિના માટે એક્ટિવ રાખવા માંગો છો તો તમારે 19 X 12 એટલે કે 228 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ રિચાર્જ પ્લાનમાં તમને તમામ સુવિધાઓ મળશે. યુઝર, ઓન નેટ અથવા ઓફ નેટ 20 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી કોલ કરી શકે છે.


Free માં મેળવો YouTube Premium નું એક વર્ષનું સબ્સક્રિપ્શન! અહીં જાણો રીત


જોકે, આ રિચાર્જ તમામ રાજ્યોમાં વેલિડ નથી. તેથી રિચાર્જ કરતા પહેલા યુઝર્સ આ વાતનું ખાસ ધ્યાન રાખે. 19 રૂપિયાના રિચાર્જમાં યુઝર્સને 3જી સર્વિસ મળશે. તેમાં તમને 4જી સર્વિસ નહીં મળે. તમને જણાવી દઈએ કે, બીજી સેવા આપતી કંપનીઓ સિમ એક્ટિવ રાખવા માટે દર મહિને 50 થી 150 રૂપિયાનો ઓછામાં ઓછો પ્લાન આપી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube