Free માં મેળવો YouTube Premium નું એક વર્ષનું સબ્સક્રિપ્શન! અહીં જાણો રીત

Free YouTube Premium Subscription: જો તમે યુટ્યુબ પર વીડિયો જોવા ગમે છે તો અમારી પાસે તમારા માટે જરબદસ્ત સમાચાર છે. અમે તમને જણાવી રહ્યા છે કે તમે કઈ રીતે YouTube Premium નું સબ્સક્રિપ્શનને ફ્રીમાં મેળવી શકો છો અને તે પણ એક વર્ષ માટે...

Free માં મેળવો YouTube Premium નું એક વર્ષનું સબ્સક્રિપ્શન! અહીં જાણો રીત

Free Annual YouTube Premium Subscription Know How: આજના સમયમાં માર્કેટમાં ઘણા એવા પ્લેટફોર્મ્સ અને એપ્સ છે જેની મદદથી તમે તમારા ફેવરેટ વીડિયોને સ્ટ્રીમ કરી શકો છો. આ એપ્સમાં જે સૌથી જૂની અને સૌથી લોકપ્રિય છે તે યુટ્યુબ છે. હવે વિચારો કે જો તમને તમારી આ ફેવરેટ વીડિયો સ્ટ્રીમિંગ એપનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળી જાય તો શું તમે તેને જવા દેશો? જો ના તો અમારી પાસે તમારા માટે એક ગજબની ટ્રિક છે જેના દ્વારા તમે YouTube Premium નું એક વર્ષનું સબ્સક્રિપ્શન એકદમ મફતમાં મળેવી શકો છો. આવો જાણીએ કઈ રીતે...

શું છે YouTube Premium સબ્સક્રિપ્શન
સૌથી પહેલા જાણી લો કે યુટ્યુબ પ્રીમિયમ શું છે અને નોર્મલ યુટ્યુબથી કેવી રીતે અલગ છે. જો તમને ખબર નથી તો અમે તમને જણાવી દઈએ કે, યુટ્યુબે એક નવી સર્વિસ શરૂ કરી છે જેમાં તમે યુટ્યુબના તમામ વીડિયો કોઈપણ એડ વગર જોઈ શકો છો. આવા એડ-ફ્રી એક્સ્પીરિયન્સ માટે લોકો આ પ્લેટફોર્મનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન લેતા હોય છે. તમને જણાવી દઈએ કે, આ સબ્સક્રિપ્શનની એક મહિના માટે એન્જોય કરવા માટે તમારે 169 રૂપિયા ખર્ચવા પડે છે. હવે તમે સમજી જ ગયા હશો કે યુટ્યુબ પ્રીમિયમ શું છે અને તેની કિંમત કેટલી છે. આવો જાણીએ તેની મજા તમે ફ્રીમાં કેવી રીતે ઉઠાવી શકો છો.

Free માં એક વર્ષ માટે મેળવો YouTube Premium!
યુટ્યુબ પ્રીમિયમ શું છે એ તો અમે તમને જણાવી દીધું. હવે અમે તમને જણાવી રહ્યા છે કે 12 મહિના એટલે કે એક વર્ષના સબ્સક્રિપ્શનને તમે ફ્રીમાં કેવી રીતે મેળવી શકો છો. પૈસા ચૂકવ્યા વગર યુટ્યુબ એડ-ફ્રી એન્જોય કરવા માટે તમારે એક નાનું કામ કરવું પડશે. જો તમે યુટ્યુબના રેફરલ પ્રોગ્રામનો ભાગ બનો છો તો તમને ફ્રીમાં પ્લેટફોર્મનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળી શકે છે.

કરવું પડશે આ કામ
તમને જણાવી દઈએ કે માત્ર યુટ્યુબ રેફરલ પ્રોગ્રામનો ભાગ બનવાથી તમને ફ્રીમા સબ્સક્રિપ્શન નહીં મળે. તમારે તે માટે આ પ્રોગ્રામને કુલ 12 લોકોને રેફર કરવો પડશે. એટલે કે દરેક એક યુઝર જે તમારા રેફરલ કોડથી સાઈન-અપ કરશે, તમને એક મહિનો ફ્રી યુટ્યુબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન આપશે. આ રીતે જો તમે 12 લોકોએ તમારા રેફરલ કોડ પર સાઈન અપ કર્યું તો તમને 12 મહિના માટે Free YouTube Premium Subscription મળશે.

તમને જણાવી દઈએ કે આ રેફરલ પ્રોગ્રામ યુટ્યુબના iOS એપ પર ઉપલબ્ધ નથી. આ પ્રોગ્રામના ફાયદા મે, 2023 સુધી ઉઠાવી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news