BSNL એ લોન્ચ કર્યો 151 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન, 180 દિવસની મળશે વેલિડિટી
સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલે એક નવો પ્રીપેડ પ્લાન અભિનંદન-151 રજૂ કર્યો છે. આ નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 1 જીબી ડેટા દરરોજ, 100 એસએમએસ મળશે. 151 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન દેશભરમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ પ્લાન ઠીક આગામી દિવસે જ રજૂ કર્યો છે જ્યારે કંપનીએ *121# service ની શરૂઆત કર્યો છે. તેનો હેતુ છે સારા સ્પેશિયલ ટેરિફ વાઉચરને આકાર આપવાની સલાહ આપવી.
નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલે એક નવો પ્રીપેડ પ્લાન અભિનંદન-151 રજૂ કર્યો છે. આ નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 1 જીબી ડેટા દરરોજ, 100 એસએમએસ મળશે. 151 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન દેશભરમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ પ્લાન ઠીક આગામી દિવસે જ રજૂ કર્યો છે જ્યારે કંપનીએ *121# service ની શરૂઆત કર્યો છે. તેનો હેતુ છે સારા સ્પેશિયલ ટેરિફ વાઉચરને આકાર આપવાની સલાહ આપવી.
Jio એ લગાવી ઇન્ટરનેટની 'લત', ઇન્ટરનેટ યૂઝરના મામલે અમેરિકા કરતાં આગળ છે ભારતીય
નવા પ્રીપેડ પ્લાન અભિનંદન-151 ની વેલિડિટી 180 દિવસ સુધી થશે. ફાયદાની વાત કરીએ તો દિલ્હી, મુંબઇ સહીત તેમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રિમિંગ કોલ્સ કોઇપણ નેટવર્ક પર કરી શકાય છે. કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર આ પ્લાનને લિસ્ટેડ કર્યો છે. આ નવા એમએનપી કરવામાં આવેલા ગ્રાહક અને હાલના ગ્રાહકો બંને માટે લાગૂ છે.
જોકે બીએસએનએલના આ પ્લાન સાથે મળનાર ફ્રી સેવાઓ ફક્ત 24 દિવસો સુધી માન્ય હશે. પ્લાનની વેલિડિટી 180 દિવસોની હશે પરંતુ ફ્રી કોલિંગ અને મેસેજ 24 દિવસ જ મળશે. તમે આ પ્લાનને સરળતાથી એક્ટિવેટ કરાવી શકો છો. તેના માટે ગ્રાહકોને PLAN 151 લખીને 123 પર મેસેજ સેંટ કરવાનો હોય છે.