250 રૂપિયાથી ઓછી કિંમતમાં BSNLનો ધાંસૂ પ્લાન, 45 દિવસ સુધી મળશે અનલિમિટેડ ડેટા અને કોલિંગ
BSNL તરફથી તાજેતરમાં ગ્રાહકો માટે 249 રૂપિયાનો એક સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ઓછી કિંમતમાં કંપની શાનદાર સુવિધા આપી રહી છે.
BSNL Rs 249 Recharge Plan: ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનના ભાવ વધાર્યા બાદ સરાકીર ટેલિકોમ કંપની બીએસએનએલ એક બાદ એક નવા ધમાકા કરી રહી છે. જુલાઈ મહિના બાદથી કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં ઘણા શાનદાર પ્લાન રજૂ કર્યાં છે. આ વચ્ચે BSNL એ પોતાના પોર્ટફોલિયોમાં એક મહિનાથી વધુવાળા ઘણા શાનદાર પ્લાન રજૂ કર્યાં છે.
250 રૂપિયાથી ઓછી કિંમતમાં 40 દિવસની વેલિડિટી
જ્યારે Jio, Airtel અને Vi તેમના ગ્રાહકોને તેમના નાના રિચાર્જ પ્લાનમાં માત્ર 28 દિવસની વેલિડિટી આપે છે. તે જ સમયે, BSNL 250 રૂપિયાથી ઓછી કિંમતમાં 40 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. જો તમે BSNL સિમનો ઉપયોગ કરો છો તો આ રિચાર્જ પ્લાન તમારા માટે બેસ્ટ ઑફર બની શકે છે. આવો, કંપનીના આ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જાણીએ.
આ પણ વાંચોઃ જિયો યૂઝર્સને બખ્ખે બખ્ખા! 2 સસ્તા પ્લાન વિશે જાણો, રોજ ઓછા ખર્ચે કોલ અને ડેટા મળશે
BSNL તરફથી તાજેતરમાં ગ્રાહકો માટે 249 રૂપિયાનો એક સસ્તો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને સસ્તી ઓફર આપી રહી છે. BSNL ના આ પ્લાનમાં ગ્રાહકોને 45 દિવસ માટે ગમે તે નેટવર્ક પર ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવે છે. ફ્રી કોલિંગ સાથે દરરોજ તમને 100 ફ્રી એસએમએસ પણ મળે છે.
જાણો પ્લાન બેનિફિટ્સ
સરકારી ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકોને આ પ્લાન હેઠળ દરરોજ 2જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે. એટલે કે તમે આ રિચાર્જ પ્લારા દરરોજ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આમ તો તમને અનલિમિટેડ ડેટા મળે છે, પરંતુ 2જીબી સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.