સુરક્ષા સાથે હવે Petrol પણ બચાવશે Smart Traffic Helmet, દુર્ઘટના થતાં એમ્બુલન્સને મોકલશે એલર્ટ
વિદ્યાર્થી વિપિનએ જણાવ્યું કે અમારો પુરી સિસ્ટમ રેડિયો ફ્રીકવેન્સી ટ્રાંસમીટર પર કામ કરે છે. આ સ્માર્ટ હેલમેટ ડિવાઇસમાં 2 ટ્રાંસમીટર અને એક રિસિવર લાગે છે. રિસિવર આપણી બાઇકમાં લગાવવામાં આવશે.
વારાણસી: હેલમેટ (Helmet) નો અત્યાર સુધી ફક્ત એક જ ફાયદો હતો. રોડ અકસ્માતથી બચવું. પરંતુ હવે નવા પ્રકારના હેલમેટ માર્કેટમાં આવી ગયા છે એકસાથે ઘણા કામ થઇ શકશે. હવે હેલમેટ દુર્ઘટનાથી સુરક્ષા ઉપરાંત પેટ્રોલ પણ બચાવશે અને અનહોની થતાં એમ્બુલેંસ તથા પોલીસને માહિતગાર કરશે. એક પ્રાઇવેટ કોલેજ B.Tech ના વિદ્યાર્થીઓ દ્રારા હેલમેટ્થી ટ્રાફિક કંટ્રોલ (Traffic Control) પણ થશે.
સિગ્નલ પર આ પ્રકારે કરશે મદદ
અશોકા ઇંસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ વારાણસીના વિદ્યાર્થી આશીષ ત્રિપાઠી, વિપિન અને સુલેખએ મળીને સ્માર્ટ ટ્રાફિક હેલમેટ (Smart Traffic Helmet)ની શોધ કરી છે. જે ટ્રાફિક સિગ્નલ લાલ થતાં ગાડી બંધ કરી દેશે અને સિગ્નલ ગ્રીન થતાં આપમેળે ગાડી સ્ટાર્ટ કરી દેશે. આ ટ્રાફિક સિગ્નલના 50 મીટરના દાયરામાં આવતાં જ કામ કરવાનું શરૂ કરી દે છે. તેમાં લાગેલા ટ્રાંસમીટરોથી દુર્ઘટના થતાં ખૂબ મદદરૂપ થઇ શકે છે.
ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!!
રેડિયો ફ્રીકવેન્સી ટ્રાંસમીટર પર કરશે કામ
વિદ્યાર્થી વિપિનએ જણાવ્યું કે અમારો પુરી સિસ્ટમ રેડિયો ફ્રીકવેન્સી ટ્રાંસમીટર પર કામ કરે છે. આ સ્માર્ટ હેલમેટ ડિવાઇસમાં 2 ટ્રાંસમીટર અને એક રિસિવર લાગે છે. રિસિવર આપણી બાઇકમાં લગાવવામાં આવશે. 1 ટ્રાંસમીટર આપણા હેલમેટમાં લગાવવામાં આવેલું છે, જે હેલમેટ પહેરતાં એક્ટિવેટ થઇ જશે. ગાડીમાં લાગેલું રિસીવર ઓન થતાં અને હેલમેટના પહેરતા આપણી બાઇક સ્ટાર્ટ થઇ જાય છે. બીજું ટ્રાંસમીટર ચોકના સિગ્નલ સિસ્ટમ પાસે લાગેલું હશે.
Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ
આ પ્રકારે થશે પેટ્રોલની બચત
તેમણે જણાવ્યું કે દુર્ઘટના થતાં જ આ હેલમેટ તમારી રક્ષા કરશે. સેંસર દ્રારા દુર્ઘટના સ્થળનું લોકેશન પોલીસ, એમ્બુલેંસ અને પરિવારને મોકલવામાં સક્ષમ છે. તેમણે જણાવ્યું કે સિગ્નલ પર બાઇક બંધ થતાં કરોડો લીટર પેટ્રોલની બચત કરી વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરી શકાશે. એક મિનિટમાં લગભગ 20ML પેટ્રોલ વપરાય છે. તો એક મિનિટ માટે એક કરોડ ગાડી બંધ થઇ જાય તો લાખો લીટર પેટ્રોલ બચી શકે છે. આ ખૂબ મોટી બચત હશે.
Varanasi માં તૈયાર થયું Smart Helmet, તેમાંથી નીકળેલી ગોળીઓ દુશ્મનોને ઉતારશે મોતને ઘાટ
રીજનલ સાઇયન્સ અને ટેક્નોલોજી સેન્ટર ગોરખપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી મહાદેવ પાંડેએ જણાવ્યું કે આ એકદમ મહત્વપૂર્ણ ઇનોવેશન છે. તેનાથી પેટ્રોલ તો બચશે જ સાથે આકસ્મિત દુર્ઘટના પર રોક લાગશે. આ ટ્રાફિક સિસ્ટમને દુરસ્ત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube