નવી દિલ્હી : Oppoએ હાલમાં જ પોતાનો સ્માર્ટફોન Oppo F9 Pro લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત એની બેટરી છે જે 5 મિનિટ ચાર્જ કરવાથી 2 કલાકનો ટોકટાઇમ આપે છે. કંપનીએ Oppo F9 Proને 6GB રેમ અને 64GB સ્ટોરેજમાં આપ્યોછે. આ સિવાય Oppo F9 4GB રેમ અને 64GB સ્ટોરેજની કેપિસિટી આપે છે જેની કિંમત 19,990 રૂ. છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે આ ફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હો એરટેલ સ્ટોરથી તમે Oppo F9 Proના 64GB વેરિઅન્ટને માત્ર 3915 રૂ.નું ડાઉન પેમેન્ટ કરીને ઘરે લાવી શકાય છે. આ સાથે એરટેલ બીજી અનેક ઓફર આપી રહ્યું છે. જો ગ્રાહક એરટેલનો 2099 રૂ.નો પોસ્ટપેઇડ પ્લાન લે તો એરટેલ ટીવીનું ફ્રી સબસ્ક્રિપ્શન, ફ્રી રોમિંગ, અનલિમિટેડ કોલિંગ અને 12 મહિના સુધી પ્રતિ મહિને 50 જીબી ડેટા મળશે. તમે Oppo F9 Proને સનરાઇઝ રેડ અને ટ્વિલાઇટ બ્લૂ રંગમાં ખરીદી શકો છો. 


ફીચર્સની વાત કરીએ તો Oppo F9 Proમાં 6.3 ઇંચનો ફુલ HD+ ડિસ્પ્લે છે. આ ફોન ઓક્ટા કોર MediaTek Helio P60 પ્રોસેસરથી પાવર્ડ છે અને એમાં 6GBની રેમ છે. આ ફોનમાં 64GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને તમે માઇક્રો એસડી કાર્ડથી 256GB સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં પાછળ 16 મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલના કેમેરા લાગેલા છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 25 મેગાપિક્સેલનો કેમેરોલાગે છે. આ સિવાય ફોનમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટુથ, માઇક્રોUSB અને 3.5mm હેડફોન જેક જેવી કનેક્ટિવિટી છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...