500KM થી વધુ રેંજવાળી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, કોઇ આગળ આવશે આપમેળે લાગશે બ્રેક
BYD Atto 3 Launch: કારમાં લેવલ 2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિ કાર આગળ આવી જાય છે, તો કાર આપમેળે બ્રેક લગાવી શકે છે જેથી અકસ્માતની સ્થિતિથી બચી શકે
BYD Atto 3 Launch: ચીની કાર નિર્માતા કંપની BYD એ ભારતમાં પોતાની Atto 3 Electric SUV ને લોન્ચ કરી દીધી છે. BYD Atto 3 નો બજારમાં MG ZS EV અને Hyundai Kona EV જેવી ઇલેક્ટ્રિક એસયૂવી સાથે મુકાબલો થશે. આ ભારતમાં કંપનીની બીજી લોન્ચ છે. આ પહેલાં કંપની e6 MPV લઇને આવી હતી અને હવે Atto 3 Electric SUV ને લોન્ચ કરી છે. કંપની આજથી જ તેનું બુકિંગ શરૂ કરી રહી છે. 50 હજર રૂપિયા બુકિંગ એમાઉન્ટ રાખવામાં આવી છે.
તેમાં 60.48kwh નું બ્લેડ બેટરી બેક આપવામાં આવ્યું છે. જે 521 KM ની પ્રતિ ફૂલ ચાર્જમાં રેંજ આપી શકે છે. ફાસ્ટ ડીસી ચાર્જરથી તેને 0 થી 80 ટકા ચાર્જ થવામાં 50 મિનિટનો સમય લાગશે. તેની મોટર 150kw પીક પાવર અને 310nm પીક ટોક જનરેટ કરી શકે છે. આ 0 થી 100Kmph સુધીની સ્પીડ ફક્ત 7.3 સેકન્ડમાં પ્રાપ્ત કરી શકે છે. કારમાં ત્રણ મોડ મળશે.
હદ કર દી આપને: કોલેજમાં યૌવન હિંડોળે ચઢ્યું, આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી
કારમાં લેવલ 2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જો કોઇ વ્યક્તિ કાર આગળ આવી જાય છે, તો કાર આપમેળે બ્રેક લગાવી શકે છે જેથી અકસ્માતની સ્થિતિથી બચી શકે. Android Auto અને Apple CarPlay સપોર્ટ કરનાર 12.8- ઇંચની ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ મળશે, જેના પર કંટ્રોલ પણ મળશે.
તેમાં 5 ઇંચની ડિજિટલ ઇંસ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ફોન ચાર્જિંગ, પેનોરમિક સનરૂફ, 6-વે પાવર એડજસ્ટેબલ ટ્રાઇવર સીટ, 4-વે એડજસ્ટેબલ ફ્રન્ટ પેસેન્જર સીટ મળે છે. તેમાં 7 એરબેગ સ્ટાડર્ડ મળશે.