Call Drop Penalty Announced: અત્યારના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે અને એક સ્માર્ટફોન યૂઝર હોવાના નાતે ક્યારેક ને ક્યારેક તેમણે કોલ ડ્રોપ સમસ્યાનો સામનો તો કર્યો જ હશે. જેમાં વાત કરતા કરતા અચાનક જ તમારો ફોન કટ થઈ જાય. જો તમે પણ કોલ  ડ્રોપની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોવ અને પરેશાન હોવ તો સંચાર મંત્રીએ આપેલું નિવેદન તમને રાહત આપી શકશે. જેમાં તેમણે કહ્યું છે કે કોલ ડ્રોપ થવા બદલ ટેલિકોમ ઓપરેટર્સે પોતાના ગ્રાહકોને પૈસા આપવા પડશે. વિગતવાર માહિતી જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલ ડ્રોપ થશે તો ગ્રાહકોને મળશે પૈસા
દૂરસંચાર વિભાગ (Ministry of Telecommunications) ના મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ એ નિવેદન આપ્યું છે કે TRAI હવે ટેલિકોમ ઓપરેટર્સ પાસેથી ગ્રાહકોને કોલ ડ્રોપ પર પૈસા અપાવશ અને આ નિર્ણય આવી ગયો છે. દિવસમાં કોલ ડ્રોપ થનારા દરેક કોલ માટે યૂઝર્સને એક રૂપિયો આપવામાં આવશે. આ નિર્ણયને લાગૂ કરતી વખતે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેના વિશે વિસ્તારથી જાણવું જરૂરી છે. 


આ શરતોનું કરવું પડશે પાલન
દરેક કોલ ડ્રોપ પર એક રૂપિયો તો મળશે પરંતુ તેના માટે કેટલીક શરતો અને નિયમો પણ છે. જે હેઠળ આ નિર્ણય લાગૂ કરવામાં આવશે. TRAI નું કહેવું છે કે ગ્રાહકના એકાઉન્ટમાં દર કોલ માટે એક રૂપિયો ફક્ત દિવસના ત્રણ કોલ ડ્રોપ માટે અપાશે. એટલે કે એક દિવસમાં વધુમાં વધુ ત્રણ કોલ ડ્રોપ્સ માટે પૈસા મળશે. ટેલિકોમ ઓપરેટરે એસએમએસ/યુએસએસડી મેસેજ દ્વારા ગ્રાહકોને જણાવવું પડશે કે તેમના એકાઉન્ટમાં કોલ ડ્રોપ માટે કેટલાક રૂપિયા નાખવામાં આવ્યા છે. 


આ પ્રોસેસ પ્રીપેડ યૂઝર્સ માટે અપનાવવામાં આવશે. જો પોસ્ટપેઈડ ગ્રાહકોને કોલ ડ્રોપની સમસ્યા થતી હશે તો તેમના પૈસા તેમના તે મહિનાના બિલમાં એડ કરી દેવાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube