નવી દિલ્હીઃ કહેવામાં આવી રહ્યું છે કે જલદી ટેલીકોમ કંપનીઓ (જિયો, વીઆઈ અને એરટેલ) એકવાર ફરી પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે. દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ પણ આ લિસ્ટમાં સામેલ થશે. હાલ કંપનીની પાસે ઘણા સસ્તા પ્લાન હાજર છે, જે તમને ડેટા અને કોલિંગની સાથે એસએમએસની સુવિધા આપે છે. અહીં અમે તમારા માટે એરટેલના સસ્તા પ્લાનનું લિસ્ટ લઈને આવ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલનો 99 રૂપિયાનો પ્લાન
કંપનીએ આ પ્લાનને સ્માર્ટ રિચાર્જ લિસ્ટમાં રાખ્યો છે. પહેલાં આ પ્લાનની કિંમત 79 રૂપિયા હતી પરંતુ ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્લાનમાં 99 રૂપિયાનો ટોકટાઇમ અને 200 એમબી ડેટા આપવામાં આવે છે. લોકલ એસએમએસ માટે 1 રૂપિયો અને એસટીડી એસએમએસ માટે 1.5 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 


આ પણ વાંચોઃ આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ


એરટેલનો 155 રૂપિયાનો પ્લાન
આ એરટેલનો અનલિમિટેડ પ્લાન છે. 155 રૂપિયામાં 24 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે. તો યૂઝર્સને પ્લાનમાં 1 જીબી ડેટા મળશે. આ સિવાય તમને 300 એસએમએસ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યુઝિકનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. 


એરટેલનો 179 રૂપિયાનો પ્લાન
આ પ્લાન પણ 155 રૂપિયા જેવો છે. પરંતુ તેમાં 28 દિવસની વેલિડિટી અને બે જીબી ડેટા આપવામાં આવે છે. બાકી તમને અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યુઝિકનું એક્સેસ આપવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube