આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ

iPhone 13 Best Deal before iPhone 14 Release: ટુંક સમયમાં એપલ કંપની iPhone 14 ને લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારે આઇફોન 14 ના લોન્ચિંગ પહેલા iPhone 13 ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે આઇફોન ખરીદવા માંગો છો તો તમારા માટે આ સમય બેસ્ટ છે.

આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ

iPhone 13 Flipkart Big Bachat Dhamaal Sale Offer: ફ્લિપકાર્ટ પર આજથી એટલે કે 3 જૂનથી 'બિગ બચત ધમાલ' સેલ ચાલી રહ્યો છે. ત્યારે આ સેલમાંથી તમે સ્માર્ટફોન સહિત ઘણા પ્રોડક્ટ્સ ઘણી સસ્તી કિંમતમાં ખરીદી શકો છે. એવામાં જો તમે આઇફોન ખરીદવા માંગો છો તો આ સેલ તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે. કેમ કે, ફ્લિપકાર્ટ પર iPhone 13 એકદમ ઓછી કિંમતમાં મળી રહ્યો છે.

Flipkart Big Bachat Dhamaal Sale માં ઘણી આકર્ષક ઓફર મળી રહી છે. ત્યારે આ સેલમાંથી જો તમે આઇફોન 13 ખરીદો છો તો તેમને મોટો ફાયદો થઈ શકે છે. આઇફોન 13 ના 128 GB વાળા મોડલની કિંમત 79,900 રૂપિયા છે પરંતુ સેલમાં આ ફોનને 7 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 73,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. તેને ખરીદતા સમયે જો તમે HDFC Bank નું ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તો તેમને વધુ 4 હજાર રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમારા માટે આઇફોન 13 ની કિંમત 69,999 રૂપિયા થઈ જશે.

ફ્લિપકાર્ડના આ સેલમાં સ્માર્ટફોનની ખરીદી પર એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. iPhone 13 ને વધુ સસ્તામાં ખરીદવા માટે તમારે તમારો જુનો સ્માર્ટફોન આપવો પડશે. તમારા જુના સ્માર્ટફોનના બદલામાં એપલનો આ આઇફોનને ખરીદી તમે 15,500 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફરનો સંપૂર્ણ લાભ મળે છે તો તમે આઇફોનને 79,900 રૂપિયાની જગ્યાએ 54,499 રૂપિયામાં ઘરે લાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news