સાવધાન! સ્માર્ટફોનથી પણ ફેલાઈ શકે છે કોરોના, બચવા માટે આ રીતે ફોનને કરો Sanitize
જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેક્શન સહિત ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવિડ-19 મેટલ અને ગ્લાસ જેવી નિર્જીવ સપાટી પર નવ દિવસ સુધી જીવિત રહી શકે છે.
નવી દિલ્હીઃ કોવિડ-19 (Covid-19) નો નવો વેરિએન્ટ ઓમિક્રોન ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મહામારી ફરી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગઈ છે. તેથી જરૂરી છે કે તમે ખુદને સ્વસ્થ રાખો અને સાથે કોવિડ-19થી બચાવ માટે સાવચેતી રાખો. દરરોજ યૂઝ થનારી વસ્તુમાં સૌથી મહત્વપૂર્ણ તમારો મોબાઇલ ફોન છે, જેથી હાથની સાથે ફોનની સફાઈ પણ જરૂરીવ છે. જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેક્શન સહિત ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવિડ-19 મેટલ અને ગ્લાસ જેવી નિર્જીવ સપાટી પર નવ દિવસ સુધી જીવિત રહી શકે છે.
પરંતુ સારા સમાચાર છે કે તમે તમારા ફોનને આઇસોપ્રોપિલ આલ્કોહોલથી સરળતાથી સાફ કરી શકો છો. પરંતુ સ્માર્ટફોનને સાફ કરતા સમયે કે સેનેટાઇઝ કરતા સમયે તમારે સાવચેતી રાખવી પડશે. આવો તમને જણાવીએ કઈ રીતે તમારો સ્માર્ટફોનને સેનેટાઇઝ કરી શકો છો.
આ પણ વાંચોઃ 1000GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગની મજા, Reliance Jio ના એક વર્ષ ચાલનારા દમદાર પ્લાન
તમારા ફોનને સેનેટાઇઝ કરતા પહેલા ધ્યાન રાખો આ વાત
- તમારા ફોનની સ્ક્રીન ખુબ નાજુક છે, તેથી સ્ક્રીનને સ્કેચથી બચાવવા માટે હંમેશા એક લિંટ-ફ્રી માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરો.
- તમારે તમારા સ્માર્ટફોન અને ટેબલેટ પર ક્યારે વિન્ડો ક્લીન્ઝર કે ક્લીનિંગ સોલ્ટવેટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ, તે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.
- તમારી સ્ક્રીન પર ક્યારેય કોઈ સોલ્વેટ્સનો સીધો છંટકાવ ન કરો. એપ્પલ પ્રમાણે આઈફોનમાં ફિંગરપ્રિન્ટ પ્રતિરોધી ઓલેઓફોબિક, તેલ કોટિંગ છે. સફાઈ રસાયણ તેને સમયની સાથે ખરાબ કરી શકે છે. પરંતુ જો તમારી ડિવાઇસમાં સ્ક્રીન ગાર્ડ પ્રોટેક્ટર છે, તો તે તમારા ફોનની સ્ક્રીનને પ્રભાવિત કરશે નહીં.
- તેથી આલ્કોહોલ-આધારિત સલૂશનનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તમારા સ્માર્ટફોનમાં સ્ક્રીન ગાર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube