TikTok Ban: વીડિયો શેરિંગ એપ `ટિકટોક` પર હવે આ દેશે લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ
TikTok Banned: અમેરિકામાં વ્હાઈટ હાઉસે તમામ ફેડરેલ એજન્સીઓને તમામ સરકારી ઉપકરણોથી ટિકટોકને સંપૂર્ણ રીતે હટાવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. હવે આ દેશની સરકારે પણ તમામ મોબાઈલ ઉપકરણોમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
TikTok Banned in Canada: અમેરિકામાં વ્હાઈટ હાઉસે તમામ ફેડરેલ એજન્સીઓને તમામ સરકારી ઉપકરણોથી ટિકટોકને સંપૂર્ણ રીતે હટાવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. હવે કેનેડાની સરકારે પણ તમામ મોબાઈલ ઉપકરણોમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ચીનની આ વીડિયો એપ અંગે વધતી જતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ નિર્ણયો લેવાયા છે. અમેરિકામાં પ્રબંધન અને બજેટ કાર્યાલયે બહાર પાડેલા દિશાનિર્દેશોને સંવેદનશીલ સરકારી ડેટા માટે એપ દ્વારા રજૂ કરવામાં આવેલા જોખમનો દૂર કરવાની દિશામાં એક 'મહત્વપૂર્ણ પગલું' ગણાવ્યું છે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સહિત કેટલીક એજન્સીઓ પહેલેથી તેના પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. દિશાનિર્દેશોમાં ફેડરલ સરકારની બાકી એજન્સીઓને 30 દિવસની અંદર તેને સંપૂર્ણ રીતે હટાવવાનું કહેવાયું છે.
ઉપકરણો પર ટિકટોકના ઉપયોગની મંજૂરી નહી
વ્હાઈટ હાઉસ પહેલેથી જ પોતાના ઉપકરણો પર ટિકટોકના ઉપયોગને મંજૂરી આપતું નથી. ચીનની ઈન્ટરનેટ ટેકનોલોજી કંપની બાઈટડાન્સ લિમિટેડની એપ ટિકટોક ખુબ જ લોકપ્રિય એપ છે અને અમેરિકામાં લગભગ બે તૃતિયાંશ કિશોરો દ્વારા તેનો ઉપયોગ કરાય છે. વહી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સરકાર દ્વારા જારી તમામ મોબાઈલ ઉપકરણો પર ટિકટોકના પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે.
ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું...
પાકિસ્તાન-ચીનવાળો 'ડેન્જરસ મેન' ઝડપાયો, હવે પૂછપરછમાં થશે મોટા ખુલાસા
હાલત બગાડી નાખશે આ ગરમી! આકરા તાપ માટે તૈયાર રહો, જાણો શું કહ્યું હવામાન વિભાગે
એપને કેનેડા સરકારના ફોનથી હટાવવામાં આવશે
એપને આજે કેનેડા સરકારના ફોનમાંથી હટાવવામાં આવશે. આ અગાઉ યુરોપીયન સંઘની કાર્યકારી શાખાએ ગત સપ્તાહે કહ્યું હતું કે તેણે સાઈબર સુરક્ષા ઉપાયના સ્વરૂપમાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ફોનમાં ટિકટોક પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube